રમૂજ : એલન મસ્ક પાજી…, યુઝવેન્દ્ર ચહલે ટ્વિટર માલિકથી કરી દીધી હર્ષલ પટેલની ફરિયાદ, પોસ્ટ થઇ વાયરલ
યુઝવેન્દ્ર ચહલ IPL 2024માં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2024માં પસંદગીના રૂપમાં તેને તેની શાનદાર બોલિંગનો ઈનામ મળ્યુ છે. ચહલને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. જો કે, આ બધાની વચ્ચે ચહલે કોપીરાઈટ ક્લેમની માંગણી કરી છે. ચહલે આ વિનંતી Xના માલિક એલન મસ્કને કરી છે. પણ ચહલે આવું કેમ કર્યુ ?
IPL 2024ની 49મી મેચમાં હર્ષલ પટેલે યુઝવેન્દ્ર ચહલની સ્ટાઈલની નકલ કરી હતી. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. મેચમાં કેચ પકડ્યા બાદ હર્ષલે ચહલની સિગ્નેચર સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. પોતાની સ્ટાઈલની નકલ થતી જોઈને ચહલે Xના માલિક પાસે કોપીરાઈટની માંગણી કરી.
ચહલે સોશિયલ મીડિયા પર હર્ષલ પટેલની એક તસવીર પોસ્ટ કરી, જેમાં પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર એ જ સ્ટાઇલમાં બેઠેલો જોવા મળે છે, જે ચહલની સિગ્નેચર સ્ટાઇલ છે. તસવીર પોસ્ટ કરતા ચહલે લખ્યું, “પ્રિય એલન મસ્ક પાજી, હર્ષલ ભાઈ પર કોપીરાઈટ લગાવવો પડશે.” ચહલની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ અંગે ચાહકો ઘણી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
Dear @elonmusk paaji, Harshal bhai pe copyright lagana hai 😂🤣 pic.twitter.com/CUAeZd6uNa
— Yuzvendra Chahal (@yuzi_chahal) May 1, 2024