ભારતી સિંહને થઇ પિત્તની થેલીમાં પથરી, હોસ્પિટલના બેડથી બનાવ્યો વીડિયો, ઓપરેશન પહેલા બોલી- કેવી રીતે થઇ ગયુ…
ફેમસ કોમેડિયન અને ટીવી હોસ્ટ ભારતી સિંહને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણે હોસ્પિટલના બેડ પરથી વ્લોગ શૂટ કર્યો હતો. આ વ્લોગમાં તેણે ચાહકોને કહ્યું કે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. સતત દુખાવાને કારણે પહેલા તેને લાગ્યું કે આ ગેસ્ટ્રિકની સમસ્યા છે. પરંતુ જ્યારે પીડા અસહ્ય થઈ, અને તે ડૉક્ટર પાસે ગઈ તો મામલો અલગ જ નીકળ્યો. તપાસ દરમિયાન તેને ખબર પડી કે તેને પિત્તાશયમાં પથરી છે.
ભારતીએ તેના વ્લોગમાં જણાવ્યું કે ગોલા તેને આખા ઘરમાં શોધી રહ્યો હતો અને તે તેના માટે ચિંતિત હતી. ભારતી સિંહે કહ્યું કે તેને લાગ્યું કે તે જલ્દીથી હોસ્પિટલથી ઘરે પહોંચી જશે અને તેના પુત્ર સાથે સમય વિતાવશે. પરંતુ આ થઈ શક્યું નહીં. ભારતની આ વીડિયોમાં તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ઝલક જોવા મળી હતી, જે ચિંતિત દેખાઈ રહ્યો હતો.
ભારતીએ કહ્યુ કે- દર્દના કારણે તે છેલ્લા ત્રણ દિવસથી તેના પરિવારને સૂવા નથી દેતી. તે કેવી રીતે અત્યંત પીડામાં છે અને પતિ હર્ષ લિમ્બાચીયા છેલ્લા બે દિવસથી તેના કારણે ઊંઘી શકતો નથી. તેણે ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. ભારતીએ ખુલાસો કર્યો કે તેને પેટમાં દુખાવો હોવાથી તે કંઈપણ ખાઈ શકતી નથી. ભારતીને ખરાબ લાગે છે કારણ કે તેના પરિવારના તમામ સભ્યો કામ છોડીને એક પછી એક તેને મળવા આવી રહ્યા છે.
ભારતીએ તેના ચાહકોને એમ પણ કહ્યું કે તેની સ્થિતિનો એકમાત્ર ઉપાય સર્જરી છે અને તે સર્જરી કરાવશે. ભારતીએ તેના પુત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે હર્ષને મોડી રાત્રે 10-11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં આવવા વિનંતી કરી હતી, જ્યારે તેનો પુત્ર ગોલા સૂઇ રહ્યો હોય. તે કહે છે કે જ્યારે તે ઘરે ન હોય ત્યારે ગોલા તેને આખા ઘરમાં શોધે છે. બાદમાં ભારતી પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતી નથી અને તેના પુત્ર ગોલાને યાદ કરીને રડવા લાગે છે.