કેએલ રાહુલ અને રિંકુ સિંહનું કેમ ના થયુ T20 વર્લ્ડ કપમાં સિલેક્શન ? રોહિત શર્મા અને ચીફ સિલેક્ટરે જણાવ્યુ કારણ

T20 World Cup: રાહુલને કેમ ના મળી જગ્યા, રિંકુ સિંહનું કેમ ના થયુ સિલેક્શન ? ખરાબ પ્રદર્શન નહિ પણ આ છે કારણ

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે, જેમાં કેએલ રાહુલની પસંદગી ન થવી એ ચર્ચાનો વિષય બની છે. BCCIએ વર્લ્ડ કપ ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે. આ સિવાય 15 ખેલાડીઓમાં રિંકુ સિંહની પસંદગી ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર BCCIની ટીકા કરવાનું શરૂ કરી દીધું. કેએલ રાહુલે આઈપીએલ 2024માં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં 40થી વધુની એવરેજથી 406 રન બનાવ્યા છે.

જ્યારે રિંકુ સિંહે ગયા વર્ષે ડેબ્યૂ કર્યા બાદ ભારતીય ટીમ માટે 89ની એવરેજથી બેટિંગ કરી છે. ત્યારે હવે પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે રાહુલ અને રિંકુની પસંદગી ન કરવા પર મોટું નિવેદન આપ્યું છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું, કેએલ રાહુલ એક શાનદાર બેટ્સમેન છે, પરંતુ અમને એવા બેટ્સમેનની જરૂર હતી, જે મધ્ય ઓવરોમાં બેટિંગ કરી શકે. રાહુલ અત્યારે આઇપીએલમાં તેમની ટીમ માટે ઓપનિંગ કરી રહ્યા છે,

આ નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે કઇ બલ્લેબાજી સ્લોટ ખાલી હતી. અમને મહેસૂસ થયુ કે ઋષભ પંત અને સંજુ સેમસન પારીના બીજા હાફમાં બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. રિંકુ સિંહને લઇને અગરકરે કહ્યું, અમારે રિંકુ સિંહ વિશે ઘણું વિચારવું પડ્યું અને તે કદાચ અમારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, તેણે કંઈ ખોટું કર્યું નથી અને શુભમન ગિલે પણ કંઇ ખોટુ નથી કર્યુ.

આ બધુ કોમ્બિનેશન પર નિર્ભર કરે છે. અમારી પાસે 2 રિસ્ટ સ્પિન બોલરો છે, જેનાથી રોહિત સામે વધારે વિકલ્પ રહેશે. આને ખરાબ કિસ્મત કહી શકાય. રિંકુને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે, જે જણાવે છે કે તે 15 પ્લેયર્સના સ્ક્વોડમાં જગ્યા બનાવવાના એકદમ નજીક હતો, અંતમાં અમે માત્ર 15 ખેલાડીઓને જ પસંદ કરી શકતા હતા.

ટી20 વર્લ્ડ કપ ટીમની વાત કરીએ તો- રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ. રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ થાય છે.

Shah Jina