IPL વચ્ચે આ ક્રિકેટરના પરિવાર પર તૂટ્યો દુખોનો પહાડ, દુર્ઘટનામાં ભાઇ સહિત 2ના મોત

ક્રિકેટર સુરેશ રૈના પર તૂટી પડ્યો દુખોનો પહાડ, રોડ અકસ્માતમાં મામાના દીકરા સહિત બેના મોત

હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વાસ્તવમાં, રૈનાના પિતરાઈ ભાઈનું રોડ અકસ્માતમાં મોત થયું છે. રૈનાના પિતરાઈને ટક્કર માર્યા બાદ ટેક્સી ડ્રાઈવર ભાગી ગયો હતો, જો કે બાદમાં તેની અટકાયત કરવામાં આવી. હિમાચલ પ્રદેશના કાંગડામાંથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે.

હિટ એન્ડ રન કેસમાં બે યુવકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસે ફરાર ટેક્સી ડ્રાઈવરનો પીછો કર્યો અને મંડીથી તેની અટકાયત કરી. એસપીએ જણાવ્યું કે મંગળવારે રાત્રે (30 એપ્રિલ) લગભગ 11.30 વાગ્યે, ગગલમાં હિમાચલ ટિમ્બર પાસે એક અજાણ્યા વાહન ચાલકે ટૂ વ્હીલરને તેજ ગતિએ ટક્કર મારી અને સ્થળ પરથી ભાગી ગયો. આ અકસ્માતમાં ટૂ વ્હીલર ચાલક સૌરભ કુમાર અને શુભમનું મોત નીપજ્યું. સૌરભ સુરેશ રૈનાનો મામાનો દીકરો છે.

આરોપી ટેક્સી ડ્રાઈવર સૌરભ અને શુભમને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારબાદ આરોપી ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી. ત્યારબાદ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધવામાં આવ્યા અને આખરે ડ્રાઈવરનો પીછો કરી તેની મંડીમાંથી અટકાયત કરવામાં આવી.

Shah Jina