ભીષણ રોડ અકસ્માત, પહાડી વિસ્તારથી જઇ રહેલ બસ ખાઇમાં પડી, 20 લોકોના મોત- બસનો નીકળી ગયો કચ્ચરઘાણ

પીઓકેમાં ભીષણ અકસ્માત, ઓછામાં ઓછા 20 લોકોના મોત, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સવારીઓથી ભરેલ બસ ખીણમાં ખાબકી

પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં 20 લોકોના મોત થયા. આજે એટલે કે 3 મેના રોજ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી. પોલીસ અધિકારી અનુસાર, આ અકસ્માત ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારના ડાયમેર જિલ્લામાં કારાકોરમ હાઈવે પર થયો હતો. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી. બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

બસ 40થી વધુ લોકોને લઈને રાવલપિંડીથી ગિલગિટ તરફ જઇ રહી હતી. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રાહત કાર્ય ચાલી રહ્યું છે અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.

તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત ચિલાસ શહેરથી 20 કિલોમીટરની દૂરી પર થયો હતો. અકસ્માતનું કારણ પ્રાથમિક એ અનુમાન છે કે ઓવરસ્પીડિંગ અથવા ટર્ન લેતી વખતે બન્યું હોઈ શકે.

જો કે, પાકિસ્તાનમાં કેટલાક લોકો આ દુર્ઘટના માટે ગિલગિટ બાલ્ટિસ્તાનના ખરાબ રસ્તાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાને બસ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

Shah Jina
error: Unable To Copy Protected Content!