વડોદરામાં લોકસભા ચૂંટણીની કામગીરીમાં રહેલ અધિકારીનાં પત્નિનું અકાળે અવસાન નિપજ્યું હતું. પરંતું તેઓ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ભૂલ્યા ન હતો. તેમજ લોકશાહીનાં આ પર્વમાં મતદારોને એક સંદેશ આપ્યો હતો.
આમ તો તમે સામાન્ય રીતે લોકોના મનમાં સરાકારી અધિકારીઓની ઇમેજ લાલીયાવાડીની હોય છે પણ કેટલાક અધિકારીઓ એવા હોય છે જેમના માટે ડ્યુટી પહેલા હોય છે. હાલમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેટેલ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે વડોદરા જિલ્લા નાયબ ચુંટણી અધિકારી વિવેક ટાંક કે જે પત્નીના અવસાનના ત્રીજા દિવસે તેમની ફરજ ના ભૂલ્યા અને લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો સંદેશો આપ્યો. જણાવી દઇએ કે, 7 મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે અને આને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરાઇ રહી છે.
વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વડોદરાનાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિવેદ ટાંકનાં ઘરે દુખદ ઘટન બની. તેમની પત્ની પ્રજ્ઞાબેન કે જે છેલ્લા 6 વર્ષથી કેન્સર જેવી બિમારીથી ઝઝુમી રહ્યા હતા તેમનું અકાળે અવસાન થયુ. વિવેક ટાંકની વડોદરા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
જો કે, પત્નીના અવસાન બાદ પણ તેઓ હિંમત ના હાર્યા અને ત્રીજા દિવસે ચૂંટણી ફરજ પર પરત ફર્યા. આ દરમિયાન તેમની સાથે રહેલ અન્ય કર્મચારીઓ દ્વારા તેમને હિંમત આપવામાં પણ આવી હતી અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ સૌ દંગ રહી ગયા હતા.