ખબર મનોરંજન

મિર્ઝાપુર-2 સીરીઝને લઈને ઘેરાયો વિવાદ, બૅન કરવાની થઇ રહી છે માંગ, જુઓ સમગ્ર મામલો

હાલમાં વેબ સિરીઝનું ચલણ ખુબ જ વધ્યું છે. ત્યારે OTT પ્લેટફોર્મ ઉપરથી રિલીઝ થતી અલગ અલગ વેબ સીરીઝ દર્શકોનું ખુબ જ મનોરંજન કરે છે. છેલ્લા કેટલાય સમયથી દર્શકો વેબ સિરીઝ મિર્ઝાપુર-2ની રાહ જોઈએ રહ્યા હતા અને હવે ગત શુક્રવારના રોજ આ રિસિઝ રિલીઝ થઇ અને તેના ચાહકોનો આતુરતાનો પણ અંત આવી ગયો.

Image Source

પરંતુ આ સિરીઝ રિલીઝ થયા બાદ કેટલાક લોકો તેને બૅન કરવાની પણ માંગણી કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની સાંસદ અને અપના દળની નેતા અનુપ્રિયા પટેલે ટ્વીટ કરીને એક ફરિયાદ દાખલ કરી છે.

સાંસદનું કહેવું છે કે આ વેબ સિરીઝની અંદર આ ક્ષેત્રને હિંસક બતાવીને તેને બદનામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેમને કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. આ મામલામાં સોશિયલ મીડિયા યુઝર્સ વધારે ખુશ જોવા નથી મળી રહ્યા. કેટલાક યુઝર્સે તો સાંસદને ટ્વીટના રિપ્લાયમાં કેટલાક તીખા સવાલો પણ પૂછી લીધા છે. કેટલાક તેમને ટ્રોલ પણ કર્યા છે. જોકે, કેટલાક એવા પણ યુઝર્સ છે જેમને તેમનું સમર્થન પણ કર્યું છે.

અનુપ્રિયા પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે: “પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નૈતૃત્વમાં મિર્ઝાપુર વિકાસરત છે. આ સમરસતાનું કેન્દ્ર છે. “મિર્ઝાપુર”નામની વેબ સિરીઝ દ્વારા તેને હિંસક વિસ્તાર જણાવીને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ સિરીઝના માધ્યમથી જાતીય વૈમનસ્ય પણ ફેલાવવામાં આવી રહ્યું છે. મિર્ઝાપુર જિલ્લાની સાંસદ હોવાના કારણે મારી માંગણી છે કે તેની તપાસ થવી જોઈએ અને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ.”

Image Source

અનુપ્રિયા પટેલે આ ટ્વિટની અંદર પ્રધાનમંત્રી મોદીજી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા છે. અનુપ્રિયાની આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.