વડોદરામાં કાળજાના કટકા સમાન બે પુત્રીને છોલે-પૂરીમાં ઝેર ભેળવી ખવડાવ્યું હતું, મોત થતાં બન્નેની લાશ પાસે બેસી આખી રાત વિતાવી

ફી ભરવાના પૈસા ન હતા, વડોદરામાં 2 દીકરીઓની હત્યા બાદ ડિવોર્સી માતાએ પણ…જાણો સમગ્ર મામલો

Vadodara Mother kill 2 Daughters case : હાલમાં જ વડોદરામાંથી એવી ખબર સામે આવી કે બધા ચોંકી ગયા. બે દીકરીઓની હત્યા કર્યા બાદ દક્ષા ચૌહાણ નામની મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. દક્ષા ચૌહાણના ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયા છે અને તે બાદ લગભગ છેલ્લાં પંદર વર્ષથી તેઓ બે દીકરી સાથે સંઘર્ષમય જિંદગી જીવી રહી હતી. છ મહિના પહેલા જ તેમણે પિતાની પણ છત્રછાયા ગુમાવી દેતા જિંદગી વધુ મુશ્કેલ થઈ ગઈ હતી.

આખી રાત લાશો પાસે બેસી રહી
એવું કહેવાઇ રહ્યુ છે કે બે દીકરીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા આખી રાત લાશો પાસે બેસી રહી હતી અને વહેલી સવારે તેણે પહેલા હાથના કાંડા પર બ્લેડ મારી અને ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો પણ તેમને બચાવી લેવામાં આવ્યા. બે દીકરીઓ પૈકી એક કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બંને દીકરીઓને દક્ષા ચૌહાણે સોમવારે છોલે-પૂરીમાં ઝેર આપ્યુ હતુ અને તે બાદ પગના અંગૂઠા બાંધી નાકમાં કોટનના પૂમડાં નાખી દીધા હતા. જો કે, આ ઘટના બાદ તે આખી રાત લાશો પાસે જ બેસી રહી અને વહેલી તેણે સવારે આપઘાતનો પ્રયાસ કર્યો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આર્થિક સંકળામણ કારણ
જો કે ઉપરના માળે રહેતી મહિલા પ્રોફેસરે તેમને બચાવી લીધા. આ મામલે ડીસીપી ઝોન 4એ માહિતી આપી કે આર્થિક સંકડામણના કારણે દક્ષાબેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘરનું ભાડું અને દીકરીના ટ્યૂશનની 22000 રૂપિયા ફી ન ભરી શકતા તેમણે સામુહિક આપઘાતનો પ્લાન બનાવ્યો. પહેલા તેમણે બંને દીકરીઓને ઝેરી દવા આપી અને પછી ગળે ટૂંપો આપી બંનેની હત્યા કરી. તે બાદ તેમણે પોતે પણ ઝેરી દવા ખાઈ ગળે ફાંસો ખાવાની તૈયારી કરતા તેમને બચાવી લેવાયા. આ મામલે દક્ષા ચૌહાણની બહેને જણાવ્યું કે, તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને છેલ્લાં ઘણા સમયથી તે એકલી બે દીકરીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.

દીકરીના વાળ કાપીને કરતી વિચિત્ર હરકતો 
બે દીકરીઓ થતા તેને પતિએ તરછોડી દીધી હતી અને તે બાદથી તે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની બંને દીકરીઓનો એકલા હાથે ઉછેર કરી રહી હતી. એવી માહિતી પણ સામે આવી કે માતા પોતાની દીકરીના વાળ કાપીને વિચિત્ર હરકતો કરી રહી હતી અને અવારનવાર દીકરીઓના જમવામાં ઝેરી દવા ભેળવી દેતી. ત્યારે આ પાછળ દક્ષાના એક મિત્રની પણ ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. કારણ કે દીકરીઓની હત્યા બાદ એક વ્યક્તિ વહેલી સવારે તેના ઘરની સીડી ઊતરી ફરાર થઈ ગયો હતો અને તે બાદ જ આપઘાતના પ્રયાસનો મામલો બહાર આવ્યો.

Shah Jina