લાઈવ વીડિયો: આણંદ – 140 કિમીની ઝડપે કાર દોડાવીને કર્યુ લાઇવ અને પછી જે થયુ તે ધ્રુજાવી નાખે તેવું…4 યુવાનોના મોત

ગુજરાત / VIDEO : આણંદમાં 140 કિમીની ઝડપે કાર દોડાવીને લાઈવ કર્યું, ઠોકાતાં 4 યુવાનોના મોત, ડ્રાઈવર બચ્યો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, જેમાંના મોટાભાગનાઓમાં કારણ ઓવરસ્પીડિંગ હોય છે. ત્યારે હાલમાં ગુજરાતના આણંદમાંથી એક ખૌફનાક અકસ્માતનો મામલો સામે આવ્યો. જોરદાર સ્પીડે ચાલી રહેલી કારના ભયાનક અકસ્માતમાં ચાર યુવાનોના દર્દનાક મોત થયાં. સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવી રહ્યા હતા અને આ સમયે તેઓ 140 કિમીની ઝડપે કાર દોડાવી રહ્યા હતા. (તમામ તસવીરો સૌજન્ય : વીટીવી ન્યુઝ)

આ સમયે તેઓએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ કર્યું હતું. જો કે ઓવરટેક કરવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર ટકરાવાને કારણે 4 યુવાનોના મોત થયાં અને બીજા ઘાયલ થયા. આ ઘટના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવતા ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. યુવકોએ ઈન્સ્ટાગ્રામમાં જે લાઈવ કર્યુ હતુ તેમાં તેઓ પાર્ટી કરતા અને મ્યુઝિક પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.

ડ્રાઈવરે ભગાવેલી કારનો કાંટો 140 કિમી પર હોવાનું પણ જોઈ શકાતું હતું. ત્યારે અચાનક એક પછી એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યા બાદ કાર અથડાઈ અને ગંભીર અકસ્માત થયો. જો કે, આ દુર્ઘટનામાં ચમત્કાર એવો થયો કે ડ્રાઈવર કે જે 140 કિમીની ઝડપે કાર દોડાવી રહ્યો હતો તેનો બચાવ થવા પામ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Prateek Singh (@safecars_india)

Shah Jina