અમદાવાદ : રક્ષક બન્યા ભક્ષક, અમદાવાદ ફરવા આવેલ રાજસ્થાનની યુવતિની હોમગાર્ડ જવાને લૂંટી લાજ, હોટેલમાં લઇ જઈને…

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવો મામલો સામે આવ્યો છે. 24 વર્ષીય યુવતી ઉદયપુરથી ફરવા માટે આવી હતી અને તેણે એક હોમ ગાર્ડ જવાન પાસે મદદ માગી. જો કે જવાને તેની મદદ કરવાની જગ્યાએ તેની સાથે ખરાબ વર્તન કર્યુ અને જબરદસ્તી શરીર સંબંધ પણ બાંધ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર, યુવતી રવિવારે ગીતા મંદિર ગઈ હતી અને ત્યાંથી તેને ઉદયપુરની બસ લેવાની હતી.

જો કે અહીં એકપણ ઉદયપુરની બસ ન હોવાથી એક રિક્ષાચાલકે તેને કહ્યું કે તે ઉદયપુરની બસ ચિલોડાથી પકડી શકે છે. આ પછી તે સાંજે ત્યા પહોંચી અને અહીં યુનિફોર્મમાં ઊભેલ હોમગાર્ડ જવાન અક્ષય કુમારની મદદ માગી. તેણે હોમગાર્ડને પૂછ્યું કે બસ ક્યાંથી મળશે ? તો તેણે કહ્યુ કે નાના ચિલોડાથી, આ પછી તેણે યુવતિને ડ્રોપ કરવાનું કહ્યુ. યુવતી માની ગઈ અને તેની સાથે જતી રહી. નાના ચિલોડાથી બસ મિસ થઈ જતા તેણે હોમગાર્ડને નજીકમાં હોટેલ શોધવામાં મદદ કરવા કહ્યુ.

યુવતીએ કહ્યું કે તે વહેલી સવારે બસ પકડી લેશે. આ સમયે હોમગાર્ડે કહ્યું કે મેડમ રાત બહુ થઈ ગઈ છે અને મારે હવે ઘરે જવા માટે પણ કોઈ વ્હિકલ નહીં મળે. યુવતીને થયું કે આ હોમગાર્ડે મને મદદ કરી છે તો ભલે અમે એક રૂમમાં 50-50 ટકા ભાડુ શેર કરીને રહીએ કંઇ વાંધો નહી. ત્યારે રાતના 2.30 વાગ્યા સુધી આ હોમગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો. તેણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ વાત જણાવી અને પછી પોલીસની ટીમે આવી હોમગાર્ડ જવાનને કસ્ટડીમાં લીધો.

File Pic

મહિલાનું મેડિકલ એક્ઝામિનેશન પૂરૂ થતા સાબિત થયું કે તેની સાથે દુષ્કર્મ થયું હતું. આ ઘટનાને લઈને યુવતી આઘાતમાં સરી પડી છે, જો કે બપોરે ભાનમાં આવતા તેણે પરિવારનો સંપર્ક કર્યો અને અંતે નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. હોમગાર્ડ જવાન અક્ષયની વાત કરીએ તો તે નરોડા વિસ્તારનો રહેવાસી છે અને નોબલનગર વિસ્તારમાં રાત્રીના સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને દિવસે TRB જવાન તરીકે ફરજ બજાવે છે.

Shah Jina