અજબગજબ

કારમાં જઈ રહ્યા હતા આ દંપતી, અચાનક પાછળની સીટમાં બેસેલી પત્નીએ કઈંક એવી સરપ્રાઈઝ આપી કે પતિએ પાછળ જોયું તો ઉડી ગયા હોંશ

કોઈ પણ મહિલા માટે ગર્ભાવસ્થા અને બાળકને જન્મ દેવાની પ્રક્રિયા બહુ જ ખાસ હોય છે. કારની પાછળની સીટમાં બાળકને જન્મ આપવો પડે એવી સ્થિતિ ખાલી વિચારીએ તો પણ રુવાડા ઉભા થઇ જાય. કારની પાછળની સીટમાં બાળકને જન્મ આપવાનો મામલો ઇંગ્લેન્ડના માનચેસ્ટરમાં સામે આવ્યો છે.

Image source

બોલ્ટન શહેરમાં એક કપલ ફરવા નીકળ્યું હતું. પ્રેગ્નેન્ટ મહિલા ગાડીના પાછળની સીટમાં બેઠી હતી. અને તેનો પતિ કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન મહિલાને લેબર પૅઈન શરૂ થયો હતો. ભારે ટ્રાફિક વચ્ચે બાળકને જન્મ આપ્યો હતો. 35 વર્ષીય આ મહિલાએ મુશ્કેલ પરિસ્થિતમાં હારના માનતા ચાલતી ગાડીમાં એક પુત્રને જન્મ આપ્યો હતો.
મહિલાની ડીલેવરી એટલી નોર્મલ હતી કે, તેના પતિને પણ ખબર ના પડી કે તેની પત્ની બાળકને જન્મ આપી રહી છે. જ્યારે બાળકનું માથું બહાર આવવા લાગ્યું ત્યારે મહિલાએ આ અંગેની જાણ કરી. મહિલાનો આ કેસ જાણીને ખુદ ડોક્ટર અને નર્સ પણ અચરજમાં પડી ગયા.

Image source

આ ઘટનાની બાબતે 35 વર્ષીય મહિલા સોનલ વસ્તાએ જણાવ્યું હતું હતું કે, ઓડી કારની પાછળની સીટમાં બેઠી હતી. અને મારા પતિ ગાડી ચલાવતા હતા. ત્યારે મારા શરીરમાં હોઈ મોટી હલચલ થઇ રહી હોય એવો અહેસાસ થયો હતો. ત્યારે મેં હાથ ફેરવતા બાળકનું માથું મહેસુસ થયું.

Image Source

સોનલે વધુમાં જણાવ્યું હતું કે, તેને વિશ્વાસ ના હતો કે તેના બાળકની ડીલેવરી ખુદે કરી. તેના પતિ વિકએ મેડિકલ ટીમના નિર્દેશ પર કામ કર્યું હતું. વીકે કહ્યું હતું કે પ્રેગ્નેન્સી દરમિયાન સોનલ સતત યોગ ક્લાસ કરતી હતી. તેના કારણેજ ડિલિવરીના સમય દરમિયાન ઘણી શાંત રહી હતી. સોનલે વધુમાં જણાવ્યું હતું કે, અમે યોગા કલાસમાં ડિલિવરીની જગ્યા માટે પૂછતાં હતા. પરંતુ ગાડીની પાછળની સીટમાં ક્યારેય પણ વિચાર્યું ના હતું.

Image Source

સોનલે અને તેના પતિએ આ બાળકનું નામ મિહાન રાખ્યું હતું. સોનલે જણવ્યું હતું કે, અમે અમારા પિતાને એક અકસ્માતમાં ગુમાવી દીધા હતા. ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં અમારા પિતાએ જ અમારા માટે આશીર્વાદ રૂપ રહ્યા હતા. નોંધનીય છે કે, સોનલે ગયા વર્ષે નવેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks