અદ્દભુત-અજબગજબ જીવનશૈલી

આ પાણી છે કે અમૃત!!! આટલું મોંઘુ..!! જાણો દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલોની કિંમત

તમે તરસ્યા હોવ અને કોઈ તમને પાણી પીવડાવી દે તો જે ઠંડક દિલમાં થાય છે તેની હરીફાઈ તો વિશ્વની કોઈ વસ્તુ નથી કરી શકતી. પાણીની સાચી કિંમત તો એ લોકોને જ સમજાય છે જે રણમાં તરસ્યા હોય છે. પણ શું તમે જાણો છો કે વિશ્વમાં પાણી કેટલું મોંઘુ હોઈ શકે છે? કદાચ તમારો જવાબ હશે, ના. કારણ કે આપણા જેવા સામાન્ય લોકો લગભગ 20 રૂપિયે લીટરવાળું પાણી પીએ છીએ.

પણ શું તમે જાણો છો કે ક્રિકેટનો સુપર સ્ટાર વિરાટ કોહલી 600 રૂપિયે લીટર (EVIAN) વાળું પાણી પીવે છે, જે ફ્રાન્સથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. તમને ઝાટકો તો લાગ્યો જ હશે પણ આ સાચું છે. વિરાટ કોહલી તો ઠીક પણ કમાલ આર ખાન પણ પીવા માટે પાણી ફ્રાન્સથી મંગાવે છે અને તે તો દૂધ પણ હોલેન્ડથી મંગાવે છે.

આવું તો એક સામાન્ય માણસે સપને પણ ન વિચાર્યું હોય કે આખા વિશ્વમાં પાણી આટલું મોંઘુ હોઈ શકે છે. તો ચાલો જાણીએ પાણી કેટલું મોંઘુ હોઈ શકે છે.

1. Acqua di Cristallo Tributo a Modigliani –

Image Source

કિંમત – 750 ml ના $60,000 (લગભગ 38,55,300 રૂપિયા)
કદાચ આ વિશ્વની સૌથી મોંઘી બોટલ છે, જે તમારા ખિસ્સાને ઢીલા કરવા માટે પૂરતી છે. પાણીની આ બોટલ ફિજી અથવા ફ્રાંસથી આવે છે, જે 24 કેરેટ સોલિડ ગોલ્ડથી બનેલી હોય છે, અને આ પાણીમાં 5 મિલિગ્રામ ગોલ્ડ અર્ક હોય છે, જેને અલ્તામિરાનો ઓફ ટકીલા લે ફેમ ફર્નાન્ડોએ ડિઝાઇન કરી છે. આ બોટલ લેધર બેગ સાથે આવે છે.

2. Kona Nigari Water –

Image Source

કિંમત – 750 ml ના $402 (લગભગ 25,830 રૂપિયા)
કોના નિગારી બોટલબંધ પાણી છે જે જાપાનમાં વેચાય છે. વિજ્ઞાપનની માનીએ તો આ વજન, તણાવ ઓછું કરવા અને તવચ્ચનો ટોન અને ગુણવત્તામાં સુધાર કરવામાં મદદ કરી શકે છે. આ હકીકતે હવાઈ દ્વીપના મહાસાગરની સપાટીથી હજારો ફુટ નીચેથી એકઠું કરવામાં આવતા સમુદ્રિજળથી બને છે. બીજા શબ્દોમાં, તમે એક ત્વચા વિશેષજ્ઞ, ફિટનેસ ટ્રેનર અને મનોચિકિત્સકની સંયુક્ત નોકરી કરતા સમયે પોતાની તરસને છીપાવવા માટે $400થી વધુ રૂપિયા ચૂકવો છો. બની શકે કે આ એક ખરાબ સોદો નથી.

3. Fillico –

Image Source

કિંમત – 750 ml ના $219 (લગભગ 14,071 રૂપિયા)
ફિલ્લિકોની બોટલો શતરંજના મહોરાઓની જેમ બનાવવામાં આવે છે. રાજા કે રાણીના મુગટની જેમ બોટલના માથા પર મુગટ હોય છે જે રોયાલિટી સાથે જોડાયેલ હોય છે. આ જાપાનના ઓસાકામાં બનાવવામાં આવે છે.

4. Bling H2O –

Image Source

કિંમત – 750 ml ના $40 (લગભગ 2570 રૂપિયા)
આ બોટલવાળા પાણી વિશે એકમાત્ર આશ્ચર્ય એ છે કે તેની કિંમત 40 ડોલરની છૂટક કિંમતથી વધુ નથી. આખરે, તેને બ્લીંગ નામ આપવામાં આવ્યું છે, જેને ઘણીવાર અન્ય લોકોને દર્શાવવામાં આવેલા દાગીના માટે યાદ કરાય છે. બોટલ સ્વારોવસ્કી ક્રિસ્ટલની બનેલી છે. આ શેમ્પેઈનની બોટલની જેમ છે.

5. Veen –

Image Source

કિંમત – 750 ml ના $23 (લગભગ 1477 રૂપિયા)
વીનની સામગ્રી ફિનલેન્ડથી આવે છે અને તે વિશ્વનું સૌથી તાજુ અને શુદ્ધ પાણી છે. તે સામાન્ય પાણી કરતા વધુ ઊર્જાથી ભરપૂર હોય છે.

એમ તો આ યાદીમાં ઘણી બીજી મોંઘી પાણીની બોટલો છે, પણ આ બધામાં જ એક વસ્તુ સામાન્ય છે કે પાણીની બોટલ કેટલી પણ મોંઘી કેમ ન હોય, પાણી કામ તો તરસ છીપાવવાનું જ કરે છે.