ખબર

“મમ્મી..પપ્પા.. આઈ લવ યુ” કહેતો યુક્રેનના સૈનિકનો વીડિયો થયો વાયરલ, જોઈને તમારી આંખોમાં પણ આવી જશે આંસુઓ

હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે. રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો છે, જેના બાદ ભારત સમેત આખી દુનિયાની નજર હવે યુક્રેન ઉપર મંડરાયેલી છે. આ યુદ્ધની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. આ બધા વચ્ચે જ યુક્રેનના એક સૈનિકનો વીડિયો સામે આવ્યો છે, જે પણ લોકોને ભાવુક કરી રહ્યો છે.

રશિયાએ ગુરુવારે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ત્યારપછી યુક્રેનના અનેક શહેરોમાં ગોળીબાર, ધમકીઓના અવાજો ગુંજી રહ્યા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીએ જણાવ્યું કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓના મોત થયા છે. યુક્રેનના એક સૈનિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રશિયન હુમલા વચ્ચે પોતાના માતા-પિતાને યાદ કરી રહ્યો છે.

યુક્રેનિયન સૈનિક વીડિયોમાં કહી રહ્યો છે કે તેના દેશ પર હુમલો થયો છે. આ સાથે તે પોતાના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. યુક્રેનિયન સૈનિક વીડિયોમાં કહે છે, “મમ્મી, પાપા, હું તમને ખૂબ પ્રેમ કરું છું.” યુક્રેનિયન સૈનિકની આ વાત કહેતી વખતે તેના ચહેરા પર ડરના હાવભાવ પણ સ્પષ્ટ દેખાય છે. તે ઊંડો શ્વાસ લે છે અને કહે છે મમ્મી, પપ્પા હું તમને પ્રેમ કરું છું.

યુક્રેન પર રશિયાના આક્રમણના બીજા દિવસે આજે રાજધાની કિવમાં વિસ્ફોટોના અનેક અવાજો સંભળાયા હતા. યુક્રેન પર રશિયાના હુમલાના એક દિવસ બાદ શુક્રવારે રશિયન સૈનિકોએ તેમના હુમલા ચાલુ રાખ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ શુક્રવારે સવારે એક વીડિયો સંદેશમાં યુદ્ધમાં રોકાયેલા સૈનિકોને “યોદ્ધા” ગણાવ્યા. તેમણે કહ્યું કે હુમલામાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે.

રશિયાની TASS ન્યૂઝ એજન્સીએ ગુરુવારે ફેડરલ સિક્યુરિટી સર્વિસને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અઝોવના સમુદ્રમાં યુક્રેનિયન મિસાઈલ હુમલામાં બે રશિયન નાગરિક કાર્ગો જહાજો માર્યા ગયા હતા, જેના કારણે જાનહાનિ થઈ હતી. દરમિયાન, યુક્રેનની મધ્યસ્થ બેંકે વિદેશી ચલણના રોકડ ઉપાડને સ્થગિત અને મર્યાદિત કરી દીધું છે. આ બધું રશિયાના આક્રમણથી સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે કરવામાં આવ્યું હતું જેથી લોકો દ્વારા ચલણ ઉપાડવાનું ઓછું થાય.

તો આ ઉપરાંત એક અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં એક બાપ દીકરીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાપ પોતાની દીકરી અને પત્નીને કોઈ સુરક્ષિત સ્થળ ઉપર મોકલી રહેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને પણ ઘણા લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એક પિતા બસમાં બેઠેલી દીકરીને અલવિદા કહી રહ્યા છે. આ દરમિયાન પિતા-પુત્રી બંને પોતાની ભાવનાઓને રોકી ન શક્યા અને રડી પડ્યા.યુક્રેનિયન પિતાએ તેના પરિવારને અલવિદા કહ્યું જ્યારે તે રશિયનો સામે લડવા ત્યાં જ રહે છે’. જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.