રાષ્ટ્રગાન જયારે વાગતું હોય ત્યારે કોઈપણ ભારતીયના રુવાડા ઉભા થઇ જતા હોય છે, ત્યારે આ દરમિયાન જ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા જયારે રાષ્ટ્રગાન શરૂ થયું ત્યારે ભારતીય ટીમના બોલર મોહમ્મદ સિરાજની આંખો ભીની થતી જોવા મળી.
આ ઘટનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને મોહમ્મદ સિરાજ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ વીડિયોને જોઈને ચાહકો પણ કહી રહ્યા છે કે મોહમ્મદ સિરાઝ અમને તમારા ઉપર ગર્વ છે.
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની એક GIFને Cricket.com.au દ્વારા શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધી છે. તેના જવાબમાં રીટ્વીટ કરીને લોકો મોહમ્મદ સિરાજના આ આંખો ભીની થવાની ઘટના ઉપર ગર્વ જણાવી રહ્યા છે.
Mohammed Siraj In Tears While Singing Indian National Anthem #AUSvIND #mohammadsiraj #TeamIndia #IndianCricketTeam pic.twitter.com/xgJihOsI8k pic.twitter.com/MMozz09VPA
— iamfarhanqkhan007 (@iamfrhanqkhan21) January 7, 2021