ખબર

બ્રેકીંગ ન્યુઝ: PM મોદીનું પર્સનલ વેબસાઈટ ટ્વીટર એકાઉન્ટ હૈક, હેકરે કરી આ ડિમાન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ વેબસાઈટ ટ્વીટર એકાઉન્ટ 3 સપ્ટેમ્બરની સવારે હૈક  કરવામાં આવ્યું હતું. હૈંકરે કોવીડ-19 રિલીફ ફંડ માટે બીટકોઈનની માંગ કરી હતી. પરંતુ આ બાદ તરત જ આ ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવ્યું હતું.

Image source

પીએમ મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર એકાઉન્ટ પર એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, હું તમને બધાને અપીલ કરું છું કે, કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.

અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વીક (hckindia@tutanota.com)એ હૈક કર્યું હતું. અમે પેટીએમ મોલ હૈક નથી કર્યું. હાલ તો આ બધા ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવ્યા  છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઈટ ટ્વીટરમાં 25 લાખથી વધુ ફોલોઅર છે.

Image source

આ ટ્વીટર હૈક મામલે પ્રધાનમંત્રી કાર્યાલય અથવા પીએમ મોદીના પર્સનલ હેન્ડલથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

પીએમ મોદીના ટ્વીટર એકાઉન્ટ હૈક મામલ ટ્વીટરના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. તેને કહ્યું છે કે, અમે આ સ્થિતિથી વાકેફ છે. અમે એકાઉન્ટ સિક્યોરિટી માટેના પગલાં ઉઠાવ્યા છે. અમે તપાસ કરી રહ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.