ખબર

શું રાત્રે જ આવે છે કોરોના ? જાણો નાઇટ કર્ફયુ પર પીએમ મોદીએ શુ કહ્યુ…

દેશમાં વધી રહેલી કોરોના મહામારીને પગલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ છે. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે.

Image source

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા લોકડાઉન લગાવવા સિવાય કોઈ રસ્તો નહોતો પરંતુ હવે સંસાધનો વધારે છે, માત્ર સાવધ રહેવાની જરૂર છે. અત્યારે સંપૂર્ણ લોકડાઉન કરવાની કોઈ જરૂર નથી, રાત્રિ કર્ફ્યુ પૂરતો છે.

Image source

પીએમ મોદીએ જણાવ્યુ કે, ઘણા રાજ્યો આ તરફ આગળ વધી રહ્યા છે. આ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. મોટાભાગના રાજ્યોમાં, વહીવટ સુસ્ત જણાય છે. આવી સ્થિતિમાં, કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાથી વધુ મુશ્કેલીઓ ઉભી થઈ છે.

Image source

પીએમ મોદીએ કહ્યુ કે, ટેસ્ટિંગ પર ધ્યાન આપવું પડશે. શરૂઆતના લક્ષણ હોય તો ડોક્ટર પાસે જાવ. કોરોના એક એવી વસ્તુ છે જ્યાં સુધી તમે લઈને આવશે નહીં ત્યાં સુધી આવશે નહીં. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવા પડશે. આપણે ગમે તેમ કરી પોઝિટિવિટી રેટને 5 ટકાથી નીચે લાવવો છે.

Image source

પીએમએ કહ્યુ કે, કેટલાક લોકો એવી ડિબેટ કરે છે કે શું કોરોના રાતમાં આવે છે ? દરેક વ્યક્તિને કર્ફ્યૂના સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોના કાળમાં જીવી રહ્યો છું અને બાકી જીવન વ્યવસ્થાઓ પર સૌથી ઓછો પ્રભાવ પડે છે. સારૂ હશે કે આપણે કર્ફ્યૂ રાત્રે 9 કલાકથી સવારે 5 સુધી ચલાવો જેથી બાકી વ્યવસ્થા પ્રભાવિત ન થાય અને નાઇટ કર્ફ્યૂને કોરોનાના નામથી પ્રચલિત કરો. આ શબ્દો લોકોને એક કરવામાં કામ આવી રહ્યાં છે.