ખબર

ગુજરાતમાં ચાલુ બાઇકે ખિસ્સામાં મૂકેલો મોબાઇલ ફાટ્યો અને યુવાનનું મોત, સનસની ખબર વાંચો

અવાર નવાર આપણે જોતા હોય છે કે, મોબાઈલ બ્લાસ્ટ થયો હોય અને લોકો ઈજાગ્રસ્ત થયા હોય. હાલમાં જ એક લાલબત્તી કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. જેમાં એક બાઈક સવારના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. આ બાદ બાઇકસવારનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનો વતની ગુડ્ડુભાઇ શ્રીભાઇ સાહની (ઉ.વ.27) અને હાલ વાંકાનેરના વઘાસીયા ગામે જી.આઇ.ડી.સી.માં આવેલા ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતો હતો. આ યુવાન ગત તા.15 જુલાઈના રોજ રાત્રીના 11 વાગ્યાની આસપાસ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પોતાનું બાઈક GJ36Q-4666 લઈને મોરબી તરફ આવી રહ્યો હતો.

Image source
Image source

આ દરમિયાન પેન્ટના ખીસ્સામાં રહેલો મોબાઇલ અચાનક ફાટતા સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ બાદ યુવાને મોટર સાઇકલ પરનો કન્ટ્રોલ ગુમાવતા બાઇક સ્લીપ થઇ જતાં તે નીચે પડી જતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાં સારવાર રહે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતી. યુવાનનું તા.16 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે, આ હતભાગી યુવક પાસે રેડમી કંપનીનો મોબાઈલ હતો. આ યુવાનના ખિસ્સામાં રહેલો મોબાઈલ કેવી રીતે ફાટ્યો અને મોબાઈલની સ્થિતિ અંગે તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. આ વિચિત્ર બનાવથી મોરબી પથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.