મનોરંજન

બ્લેક હાઈ સ્લીટગાઉનમાં નજરે આવી કબીર સિંહની ઘરવાળી મીરા રાજપૂત, જુઓ 10 PHOTOS

બોલીવુડનો જાણીતી એક્ટર શાહિદ કપૂરે તેની કરિયરમાં સુપર હિટ ફિલ્મોની હારમાળા રાખી છે હાલમાં જ શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીરસિંહે’ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી છે.શાહિદ કપૂરની સાથે-સાથે તેની પત્ની મીરા રાજપૂત પણ એટલી જ ફેમસ છે. મીરા રાજપૂત બોલીવુડમાં ના હોવા છતાં પણ તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નને ચાર વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે. મીરા બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી નથી પરંતુ શાહિદ કપૂરનું નામ જાણીતું છે. હાલમાં જ મીરા રાજપૂતને બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી.

મીરા બૉલીવુડથી દૂર હોવા છતાં તે ચર્ચામાં રહે છે. મીરાના લુક ની બી-ટાઉનમાં બહુજ ચર્ચા થાય છે.

મીરાનો આ વખતે લુક બિલકુલ અલગ હતો. મીરાએ બ્લેક કલરના હાઈ સ્લીટ ગાઉનમાં નજરે આવી હતી. મિરા આ ગાઉનમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી.

શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મીરા રાજપૂત સેલેબ્સ સાથે ખુલીને વાત કરે છે. શાહિદે વધુમાં કહ્યું હતું કે, મીરા સ્ટાર્સ સાથે એકદમ કમ્ફર્ટેબલ રહે છે. તેથી તેનામાં કંઈ બદલવાની જરૂર નથી.

શાહિદે કહ્યું હતું કે, લગ્ન બાદ મુંબઈમાં અમે ગેટ ટુ ગેધર હોસ્ટ કર્યું હતું. જેમાં બોલીવુડના ઘણા સેલેબ્સ શામેલ થયા હતા. આ પાર્ટીમાં મીરા એકદમ કમ્ફર્ટેબલ લાગતી હતી.

મીરા તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફ પર પણ પૂરું ધ્યાન આપે છે. શાહિદ અને મીરાની જોડીની ચર્ચા થાય છે.

જણાવી દઈએ કે,મીરા રાજપૂતે 2015માં તેનાથી 13 વર્ષ મોટા શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આજે બોલીવુડમાં શાહિદ અને મીરાને બેસ્ટ કપલ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયામાં મીરા રાજપુતનું ફેન ફોલોઇંગ સતત વધતું જાય છે. મીરા રાજપૂત સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

મીરા રાજપૂત તેની અને પરિવારની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. મીરા રાજપૂત તેના પ્રસંશકો સાથે સતત સોશિયલ મીડિયાથી જોડાયેલી રહે છે.

મીરા રાજપૂત 2 બાળકોની માતા બનવા છતાં પણ ફિટનેસ મામલે બધાને ટક્કર આપે છે. મીરાંએ પુત્રને જન્મ આપ્યાના 2 મહિના બાદ જ શરીરને ટ્રિમ કરી દીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.