અંતરિક્ષની અંદર ઘણા ઉલ્કાપિંડ તૂટીને આમતેમ છુટા પડેલા જોવા મળે છે. પરંતુ એ ત્યારે ખતરામાં બદલાઈ જાય છે જયારે તેની અથડામણ પૃથ્વી સાથે થાય છે. પરંતુ ઉલ્કાપિંડનો આ વરસાદ ધરતી ઉપર રહેનારાઓ માટે બંધ કિસ્મતના તાળાની ચાવી સમાન છે.

આવી જ એક ખબર બ્રાઝિલમાંથી આવી રહી છે. અહીંયાના એક ગામની અંદરથી મળી આવેલા અગણિત ઉલ્કાપિંડોએ ગામના રહેવાવાળાની કિસ્મત જ બદલી નાખી છે. તેમને આ ખુબ જ કિંમતી પથ્થરોના ટુકડાઓને મોઢે માંગેલી કિંમતે વેચ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે ઘણા પથ્થરની કિંમત 19 લાખ રૂપિયાથી પણ વધારે છે.

મળતી માહિતી પ્રમાણે બ્રાઝિલના ગામ સેંટા ફિલોમેનામાં 19 ઓગસ્ટના રોજ ઉલ્કાપિંડના ટુકડાઓનો વરસાદ થયો. ગામના લોકોએ આ પથ્થરોને સાચવીને રાખી લીધા અને જયારે વૈજ્ઞાનિકો તેની તપાસ માટે ગામમાં પહોંચ્યા ત્યારે તેના બદલામાં ગામના લોકોએ પૈસાની માંગણી કરી. ગામવાળાઓએ તેને લાખોની કિંમતમાં વેચ્યા.

રિસર્ચ માટે શોધકર્તાઓએ તેને મોઢે માંગેલી કિંમત આપીને પણ એ પથ્થરને ખરીદ્યા. સૌથી મોટા ટુકડાની કિંમત 6 હજાર ડોલર એટલે કે લગભગ 19 લાખ રૂપિયા સુધી આવી. તેનું વજન 40 કિલોગ્રામ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ટુકડા એ ઉલ્કાપિંડના છે જે સૌર મંડળ બનવા સમયના છે. આ ટુકડાઓની તપાસથી બ્રહ્માંડના ઘણા રહસ્યો ઉપરથી પડદો ઉંચકાઈ શકે છે.

બ્રાઝિલના આ ગામની અંદર નાના મોટા થઈને લગભગ 200થી પણ વધારે ટુકડાઓ પડ્યા છે. 20 વર્ષીય વિદ્યાર્થી એડીમાર ડા કોસ્ટા રોડ્રિગ્સે એ વિશે જણાવ્યું કે જે દિવસે ઉલ્કાપિંડનો વરસાદ થઇ રહ્યો હતો ત્યારે આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું. ત્યારે જ તેમને ગામના કોઈ વ્યક્તિએ મેસેજ કરીને જાણકારી આપી હતી.

તેમનું કહેવું હતું કે આકાશમાંથી સળગતા પથ્થરો પડી રહ્યા હતા. આ ઉલ્કાપિંડ લગભગ 4.6 બિલિયન વર્ષ જૂનો છે. સાઓ પાઓલો યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટના ગેબ્રિયલ સિલ્વાનું કહેવું છે કે આ ઉલ્કા એ પહેલા ખનિજમાંથી છે જેમાંથી સોલાર સિસ્ટમ બની છે.