દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

B.S. ધનોઆ – જાણો કોણ છે આ વ્યક્તિ, જેમના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનના Air Strikeને અંજામ આપવામાં આવ્યો

પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફ જવાનોના શહીદ થયાના ઠીક 13 દિવસ બાદ જ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પને નષ્ટ કર્યા. ભારતીય વાયુસેનાએ વહેલી સવારે 3થી 3-30 વાગ્યે LOC પાર કરીને પાકિસ્તાન દ્વારા કબ્જો જમાવવામાં આવેલ કાશ્મીરમાં આવેલા આતંકીઓના કેમ્પને 1000 કિલોના બોમ્બથી નિશાનો બનાવ્યા હતા.ભારતીય વાયુસેનાના મિરાજ 2000 લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં 40 કિલોમીટર અંદર ઘૂસીને બાલાકોટમાં લગભગ 3.45 વાગે, મુઝફ્ફરાબાદમાં 3.48 વાગે અને ચાકોટીમાં લગભગ 3.58 વાગે આતંકીઓના ટ્રેનિંગ કેપ પર હુમલો કર્યો હતો અને આતંકીઓના કેમ્પને નષ્ટ કર્યા હતા, જેમાં 200થી 300 આતંકીઓના માર્યા ગયાના અહેવાલ છે.આ હવાઈ હુમલો એર ચીફ માર્શલ બીએસ ધાનોઆની દેખરેખમાં પાર પાડવામાં આવ્યો હતો. ભારતીય વાયુ સેના દ્વારા વર્ષ 1971 પછી પહેલી વાર પાકિસ્તાન પર આવો હુમલો કરવામાં આવ્યો છે. કારગિલ યુદ્ધના અનુભવી અને પ્રથમ દરના ફાઇટર પાઇલોટ, એર ચીફ માર્શલ બીએસ ધાનોઆએ પુલવામામાં થયેલા હુમલા પછી જવાબી પ્રતિક્રિયા તરીકે એર સ્ટ્રાઇકની કાર્યવાહીનો આખો પ્લાન તૈયાર કર્યો હતો.ભારતીય વાયુસેનાના આ એર સ્ટ્રાઇક માટે દેશભરના લોકો વાયુસેના અને વડાપ્રધાનને શુભેચ્છાઓ આપી રહ્યા છે, ત્યારે આ સ્ટ્રાઇકના અસલી હીરો છે એર ચિફ માર્શલ બીએસ ધાનોઆ. આ પહેલીવાર નથી કે તેમને આવું ઐતિહાસિક કામ કર્યું હોય, પણ આ પહેલા પણ તેઓએ કારગિલ યુદ્ધમાં લડાકુ વિમાનમાં સવાર થઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.જાણો એર સ્ટ્રાઇકના આ હીરો વિશે –

એર ચીફ માર્શલ ધાનોઆનો જન્મ યુદ્ધના અનુભવીઓના પરિવારમાં 7 સપ્ટેમ્બરે 1975માં પંજાબમાં થયો હતો. તેમના દાદા કેપિટન સંત સિંહે જાપાન વિરુદ્ધ બીજા વિશ્વ યુદ્ધમાં લડયા હતા, તેઓએ ઘરુણ ગામના સરપંચ તરીકે પણ સેવા આપી હતી. તેમના પિતા સારાયણ સિંહ ધાનોઆ પણ પંજાબ સરકારમાં 1980 દરમ્યાન ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી હતી અને રાજ્યના ગવર્નરના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.તેઓ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) અને સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનમાંથી પણ અભ્યાસ કર્યો છે. જૂન 1978માં, ધાનોઆને ભારતીય વાયુ સેનામાં ફાઇટર પાઇલોટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ તેમને ઘણા મેડલ મેળવ્યા છે.અગ્રીમ પંક્તિના લડાયક સ્ક્વોડ્રનના કમાન્ડીંગ ઓફિસર તરીકે બીરેન્દ્રસિંહ ધનોઆના નેતૃત્વમાં ભારતીય વાયુસેનાએ વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં દુશ્મનને ધૂળ ચટાડી હતી. તણાવના આ સમયે, તેમના નેતૃત્વમાં સ્ક્વોડ્રને ઊંચા વિસ્તારોમાં રાત્રે વિસ્ફોટ માટેની નવી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.

યુદ્ધ પહેલા તેમના પ્રોફેશનાલિઝમ માટે જાણીતા આ સ્ક્વોડ્રનને યુદ્ધ પછી સ્ક્વોડ્રનના મુખ્યાલય ડબ્લ્યુએસીના સર્વશ્રેષ્ઠ લડાયક સ્ક્રાડ્રન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.વર્ષ 1999માં એર ચીફ માર્શલને યુદ્ધમાં તેમના અસાધારણ રીતે ભાગ ભજવવા માટે અને તેમની અભૂતપૂર્વ હિમ્મત અને નેતૃત્વ માટે વાયુ સેના મેડલ અને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે તેમને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા માનદ એડીસી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતાં. વર્ષ 2016માં તેમને રાષ્ટ્રપતિના હસ્તે પરમ વિશિષ્ટ સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.1 જાન્યુઆરી 2017ના રોજ એર માર્શલ બીરેન્દ્ર સિંહ ધનોઆને ચીફ ઑફ એર સ્ટાફ તરીકે નીમવામાં આવ્યા હતા. તેમને મુખ્યત્વે કિરણ, MiG21, MiG-29, સુખોઈ-30 MKi સહિતના લડાકુ વિમાનો ઉડાવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks