મનોરંજન

ગત જમાનાની અભિનેત્રી મીનાક્ષી શેશાદ્રી હવે દેખાઈ છે કંઈક આવી, શેર કરી ફોટોશૂટની તસ્વીરો

એક જમાનામાં હતી રૂપનો અંબાર, અત્યારની તસ્વીરો જોશો તો કહેશો WOW

80 અને 90 ના દશકની લોકપ્રિય અને સફળ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી આગળના ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે. મીનાક્ષી ઇન્ડસ્ટ્રીમાં ‘દામીની’ નામથી પણ ઓળખવામાં આવે છે.

Image Source

મીનાક્ષીનું અસલી નામ શશિકલા શેષાદ્રી છે અને તેનો જન્મ બિહારના સિંદરીમાં એક તમિલ આયંગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મીનાક્ષીએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત પેન્ટર બાબુ ફિલ્મ દ્વારા કરી હતી. ફિલ્મ ખુબ સુપરહિટ રહી હતી.

Image Source

દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથેની ફિલ્મ દામિનીમાં મીનાક્ષી દામિનીના કિરદારમાં હતી, ફિલ્મ સુપર હિટ રહી હતી,અને ફિલ્મમાં મીનાક્ષીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

Image Source

ફિલ્મોથી દૂર મીનાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં જ મીનાક્ષીએ પોતાનો ફોટોશૂટ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેણે બ્લેક અને વ્હાઇટ ચેક્સ વાળો ડ્રેસ પહેરી રાખ્યો છે.

Image Source

તસ્વીરમાં મીનાક્ષીએ Then & Now વાળો લુક પણ દેખાડ્યો છે. જેમાં એક તસ્વીર ખુબ જૂની છે જ્યારે બીજી તસ્વીર તેની હાલના સમયની છે. બંને તસ્વીરોમાં મીનાક્ષીએ સરખો જ પોઝ આપ્યો છે.

Image Source

તસ્વીરોને જોતા મીનાક્ષીનો ત્યારથી લઈને અત્યાર સુધી આવેલો બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 57 વર્ષની મીનાક્ષીએ પોતાની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે. મીનાક્ષી લગ્ન પછી પતિ સાથે અમેરિકા શિફ્ટ થઇ ગઈ હતી, હાલ તે પતિ હરીશ મૈસુર અને બાળકો સાથે અમેરિકાના ટેક્સાસમાં જ છે.

Image Source

અમુક સમય પહેલા મીનાક્ષી એક ટ્વીટને લીધે પણ ચર્ચામાં આવી હતી. મીનાક્ષીએ લખ્યું કે,”હું મારા ડ્રાંઇવિંગ લાઇસેન્સને રીન્યુ કરાવવા માટે 8 કલાક લાઈનમાં ઉભી રહી, કોઈએ મને ઓળખી પણ નહિ. આ અમેરિકા છે”. ટ્વિટની સાથે મીનાક્ષીએ પોતાની તસ્વીર પણ શેર કરી હતી.

Image Source

અમુક વર્ષ પહેલા ઋષિ કપૂર અમેરિકામાં પોતાની બીમારીના ઈલાજ માટે ગયા હતા જ્યાં તેની મુલાકાત પોતાની દામિની સાથે થઇ હતી, પણ ઋષિ કપૂર તેને પહેલા તો ઓળખી શક્યા ન હતા. જેના પછી ઋષિ કપૂરે મીનાક્ષી સાથેની તસ્વીર શેર કરી હતી અને દર્શકોને ચેલેન્જ આપ્યું હતું કે ઓળખી બતાવો કે આ કોણ છે! જો કે મોટાભાગના લોકો દામિનીને ઓળખી શક્યા ન હતા.

Image Source

મિસ ઇન્ડિયા રહી ચુકેલી મીનાક્ષી બોલીવુડમાં પોતાની સુંદરતા અને અદાકારીથી દરેકનું દિલ જીતવામાં કામિયાબ રહી છે. તે સમયે લોકો મીનાક્ષીના કિરદારથી એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે લોકો પોતાની દીકરીઓના નામ પણ દામિની રાખવા લાગ્યા હતા.

Image Source

લોકડાઉનના સમયે પણ મીનાક્ષીએ અમેરિકામાં પોતાના ઘરનો વિડીયો શેર કર્યો હતો. જેમાં તે કિચનમાં રસોઈ બનાવી રહી હતી. લોકડાઉનનો પૂરો સમય મીનાક્ષીએ ઘરમાં જ વિતાવ્યો હતો.