કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર લેખકની કલમે

મૌની અમાસ : એક કરોડ સૂર્યગ્રહણનું પુણ્ય આ એક દિવસમાં કમાઈ શકો છો! વાંચો આખો અહેવાલ

શુક્રવારના દિવસે પોષ મહિનો પૂર્ણ થાય છે, જેનો છેલ્લો દિવસ એટલે ‘મૌની અમાસ’ આ વર્ષે શુક્રવારે આવતી હોઈ એક વિશિષ્ટ સંયોગ રચાય છે. આ અમાસને ‘મૌની અમાસ’ અથવા ‘માઘ અમાસ’ પણ કહેવામાં આવે છે. મહા મહિનાની શરૂઆત થાય છે અને શિયાળો તેના અંત તરફ ગતિ કરે છે. આપણાં શાસ્ત્રોમાં પણ આ અમાસને ઘણી ફળદાયી માનવામાં આવી છે. અહીં જાણીશું આ મૌની અમાસ વિશે, આજના દિવસે કરવામાં આવતા શુભકાર્ય વિશે અને કઈ રીતે આજે કરેલાં કાર્યો તમારી જિંદગીને ખાસ બનાવી શકે છે એ વિશે:

Image Source

મૌનવ્રત રાખવાનો મહિમા:
‘મૌની અમાસ’ નામ પરથી જ જણાય આવે છે કે, આ દિવસ સાથે મૌનવ્રત જોડાયેલું છે. આજે લોકો મૌન ધારણ કરવાનું પ્રણ લે છે. આ વ્રત એક દિવસ, એક માસ, એક વર્ષ કે આજીવન પણ લોકો રાખતા હોય છે. મૌન રાખવું આજે તો બહુ કઠણ છે પણ જે આ વ્રત પાળી શકે તેને દૈવી ઊર્જાની પ્રાપ્તિ થાય છે.

Image Source

આજે થઈ હતીદ્વાપર યુગની શરૂઆત:
મૌની અમાસનો દિવસ પૌરાણિક રીતે પણ ખાસ છે. હિન્દુ સંસ્કૃતિ ચાર યુગને માને છે : સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. માઘ અમાસના દિવસે દ્વાપરયુગની શરૂઆત થઈ હતી. દ્વાપરયુગ એટલે ભગવાન કૃષ્ણનો યુગ. આ યુગમાં જ આપણે મહાભારત અને ગીતા જેવા અમૂલ્ય ગ્રંથો મળ્યા.

Image Source

કરોડ સૂર્યગ્રહણનું પુણ્ય મળશે એક દિવસમાં:
આ મૌની અમાસ પર શુક્રવારનો સંયોગ તો જાણે છે જ, પણ આ ઉપરાંત બે મહત્ત્વના યોગ આ દિવસે બની રહ્યા છે : મહોદય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ. મહોદય યોગ અનોખો છે, કેમ કે તે માત્ર મહા મહિનામાં જ બને છે. આ યોગમાં કરેલું પુણ્યકાર્ય એક કરોડ સૂર્યગ્રહણનાં પુણ્ય બરાબર માનવામાં આવે છે! આથી જ આજે નદીના પવિત્ર નીરમાં સ્નાન કરીને દાનપુણ્ય જરૂર કરવું જોઈએ.

Image Source

આમ, આ અમાસ પર રચાતો વિશિષ્ટ સંયોગ દિવસને ખાસ બનાવે છે. આજે ક્યાં પ્રકારનાં કાર્યો કરવા જોઈએ જેથી સફળતા મળે? આ સવાલના જવાબ નીચેના ફકરાઓમાં સરળતાથી આપ્યા છે :

  1. આ અમાસના દિવસે સાકરનો ભૂક્કો ભેળવેલા લોટ વડે કિડીયારું પૂરવાથી અર્થાત્ કિડીઓને સાકર મિશ્રિત લોટ આપવાથી વ્યક્તિની હરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
  2. મૌની અમાસના દિવસે લોટમાં પાણી નાખી, એની નાની ગોળીઓ બનાવી એવા જળસ્ત્રોતની પસંદગી કરો જ્યાં માછલાંઓ રહેતાં હોય. આ નદી કે તળાવમાં જઈ માછલીઓને આ લોટ ખવડાવવો. આનાથી હરેક સમસ્યાઓનું સમાધાન મળશે, મુશ્કેલીઓમાંથી નીકળવાનો રસ્તો મળશે.
  3. પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ જોઈતી હોય તો મૌની અમાસના દિવસે ઘઉંના લોટમાં તલ ભેળવીને રોટલી બનાવી ગાયમાતાને ખવડાવી દો.
  4. માઘ અમાસના દિવસે ચોખાની ખીર બનાવી, તેનો ભોગ મહાદેવ શંકર અને માતા મહાલક્ષ્મીને અર્પણ કરો. આમ, કરવાથી મહાદેવ અને લક્ષ્મીજીની કૃપા આપના પર સદૈવ વરસતી રહેશે. દરિદ્રતામાંથી પણ બહાર નીકળી જશો.
  5. સંધ્યાટાણે ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. દીવામાં વાટ તરીકે લાલ રંગનો દોરો વાપરવો. આમ કરવાથી મહાલક્ષ્મીની કૃપા વરસશે અને દેવી કદી ધનનો અભાવ વર્તાવા નહી દે.
  6. આજના દિવસે ચાંદીના બનેલી નાગ-નાગણની મૂર્તિઓની પૂજા કરવામાં આવે તો કાલસર્પદોષમાંથી નિવારણ થઈ શકશે. સ્નાનકર્મ પતાવીને આ પૂજા કરવી. આરાધના બાદ આ મૂર્તિઓને નદીના સ્વચ્છ વહેતાં જળમાં પધરાવી દેવી.
Image Source

માઘ અમાસ કે મૌની અમાસ વિશેની આ માહિતી આશા છે કે આપને ગમી હશે. આ લેખની લીંક ફેસબુક કે વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવા વિનંતી. ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.