બિસ્કિટ ચાખવાના મળશે 40 લાખ, જાણો કઈ રીતે
કોરોનાના કારણે ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે. બેરોજગાર થવાથી ઘણા લોકોને જમવાના પણ ફાંફા પડી ગયા છે. નોકરીની જરૂરિયાત બધા લોકોને હોય છે. લોકો નોકરી કરીને વધુમાં વધુ વધુ પૈસા કમાઈને પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાત પુરી કરતા હોય છે.
View this post on Instagram
નોકરીને લઈને બધાના સપના અલગ-અલગ હોય છે. બધા લોકો નોકરીમાં સારા પગારની સાથે-સાથે મોજ-મસ્તી અને આરામ કરવા પણ માંગતા હોય છે ? પરંતુ સવાલ એ થાય છે કે, શું આ પ્રકારની જોબ મળવી સંભવ છે. હાલમાં જ ખબર મળી રહી છે કે, બિસ્કિટ ચાખવા માટે કંપની અધધ સેલેરી આપી રહી છે. વાંચીને આચંકો લાગ્યો ને ? પરંતુ આ સાચી વાત છે.
View this post on Instagram
સ્કોટલેન્ડની બિસ્કિટ નિર્માતા કંપની ‘ બોર્ડર બિસ્કીટ્સ’ એક એવી ઓફર કરી છે જે બધા જ લોકો કરવા માંગે છે. આ નોકરીમાં તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત ને ફક્ત બિસ્કિટ જ ચાખવાના છે. આ બિસ્કિટ ચાખવા માટે કંપની દ્વારા વાર્ષિક 40 લાખનું પેકેજ આપવામાં આવશે.
View this post on Instagram
બોર્ડર બિસ્કિટને માસ્ટર બિસ્કીટરની તલાશ છે. કંપની આ માટે આવેદન માંગી રહી છે. ઈન્ડિપેડન્ટ વેબસાઈટના જણાવ્યા અનુસાર, બોર્ડર બિસ્કિટ કંપનીએ માસ્ટર બિસ્કિટરને બિસ્કિટ ચાખવા માટે વર્ષનું 40 લાખ રૂપિયાનું પેકેજ આપશે આ સાથે વર્ષમાં 35 રજા પણ મળશે. આ સાથે વધારામાં બિસ્કિટ તો દરરોજ ફ્રીમાં ખાવાના. કંપનીના જણાવ્યા મુજબ, અરજદારને સ્વાદ અને બિસ્કિટના ઉત્પાદનની ઊંડી સમજ હોવી જોઈએ. સાથે સાથે નેતૃત્વ અને સંદેશાવ્યવહારમાં કુશળતા હોવી આવશ્યક છે. જે ઉમેદવારો ગ્રાહકો સાથેના તેમના સંબંધોને સુધારવા માટે રસપ્રદ રીતો સૂચવે છે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.
View this post on Instagram
બોર્ડર બિસ્કિટના મેનેજિંગ ડિરેક્ટર પોલ પાર્કિન્સે કહ્યું, “ગ્રેટ બ્રિટનના બિસ્કીટ ઉદ્યોગમાં રસ ધરાવતા લોકો માટે આ એક સુવર્ણ તક છે.” અમે આ માસ્ટર બિસ્કિટરના જ્ઞાનનો લાભ લઈને એવા બિસ્કીટ બનાવવા માંગીએ છીએ જે દરેકની પસંદ બની જાય. અમે દેશ ભરના લોકોને એપ્લાઇ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. સારા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવવામાં આવશે. બ્રોડર બિસ્કીટ્સના બ્રાન્ડ હેડ સુજી કાર્લોએ કહ્યું હતું કે, કંપની ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સ્વાદ ગુણવતા અને બિસ્કિટ પીરસવા માટે પ્રતિબદ્ધ છે. આ કામ માટે તેને માસ્ટર બિસ્કીટરની તલાશ છે.