ચહેરા, હાથ, ગરદન ગમે ત્યાં ત્વચા પર મસ્સા નીકળી આવે તો જાણે કે તમારી રોનક પર દાગ લાગી જ જાતો હોય છે. સામાન્ય રીતે મસ્સા 60 વર્ષની ઉમર બાદ જ લોકોને મોટાભાગે થતા હોય છે પણ આજકાલ યુવાઓમાં પણ આ સમસ્યા વધવા લાગી છે. મસ્સા ત્વચામાં વૃદ્ધિ કે ઉભાર હોય છે, જે હ્યુમન પેપિલોમા વાયરસને કારણે થાય છે. આ ત્વચાના બહારના ભાગને પ્રભાવિત કરે છે અને સામાન્ય રીતે ત્વચાના ફાટેલા ભાગોથી પ્રવેશ કરીને નીકળે છે. મસ્સા શરીર પર કશે પણ થઇ શકે છે. મસ્સા ઘણા પ્રકારના હોય છે જે દેખાવમાં અને બનાવટમાં જુદા હોઈ શકે છે.

સામાન્ય રીતે મસ્સા સમય સાથે જાતે જ ખતમ થઇ જાય છે, પણ એમાં ઘણા વર્ષો લાગી જાય છે. સામાન્ય રીતે મસ્સાથી ન તો દુખાવો થાય છે અને ન તો કોઈ બીજી તકલીફ, પણ જોવામાં તે ખુબ જ અજીબ લાગતા હોય છે માટે તેનાથી છુટકારો તમે જરૂર મેળવવા માંગતા હશો. જો કે ડોકટર સર્જરીની મદદથી તમારી ત્વચા પરથી તે હટાવી શકે છે પણ જો તમે ઈચ્છો તો તેને 7 ઘરેલું ઉપાયોથી પણ છુટકારો મેળવી શકો છો.
દોરાથી બાંધો:
ફ્લોસ કે દોરાથી મસ્સાને બાંધીને બે-ત્રણ સપ્તાહ સુધી તેને છોડી દો. તેને લીધે મસ્સામાં રક્ત પ્રવાહ રોકાઈ જશે અને તે જાતે જ નીકળી જશે.

લસણ:
લસણમાં એન્ટીબેકટેરીયલ ગુણ હોય છે. લસણના જવને પીસીને મસ્સા પર લગાવો અને પછી પાણીથી ધોઈ નાખો. અમુક જ દિવસોમાં મસ્સા ખત્મ થઇ જશે.
લીંબુનો રસ:
રૂ માં લીંબુનો રસની ચોવો અને તેને મસ્સા પર લગાવો. અમુક સમય બાદ તેને પાણીથી સાફ કરી લો. સતત બે-ત્રણ સપ્તાહ સુધી આવું કરવાથી તમને મહેસુસ થવા લાગશે કે મસ્સા ગળી ચુક્યા છે.

ડુંગળીનો રસ:
ડુંગળીની અમુક સ્લાઈસ પર નિમક નાખીને તેને રાતભર રહેવા દો, પછી તેનો રસ કાઢો અને મસ્સા પર લગાવો. એક સપ્તાહની અંદર મસ્સા ખત્મ થઇ જશે.
કેળાની છાલ:
કેળાની છાલનાં અંદરનાં ભાગને હલકા હાથે મસ્સા પર રગડો. નિયમિત રીતે આ પ્રક્રિયાથી અમુક જ દિવસોમાં મસ્સા પોતાની જાતે જ ખરી જશે.

નેઈલ પોલીશ:
મસ્સા પર નેઈલ પોલીશ લગાવીને અમુક સમય બાદ તેને સાફ કરી લો. દિવસમાં ત્રણ વાર આ પ્રકિયા કરવાથી અમુક જ દિવસોમાં છુટકારો મળી જશે.
એસ્પીરીન:
એસ્પીરીનની એક ગોળી ચમચીમાં અમુક બુંદ પાણીના લઈને પેસ્ટ બનાવો અને તેને મસ્સા પર લગાવો. નિયમિત રીતે પર આવું કરવાથી મસ્સા જલ્દી જ ખત્મ થઇ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks