પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

મનનો સત્યાગ્રહ, પ્રકરણ : ૫ – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….

પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1
પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
પ્રકરણ 3 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 3
પ્રકરણ 4 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 4

મનનો સત્યાગ્રહ, પ્રકરણ ૫ : અમે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા, એરપોર્ટની બહાર ખૂબ જ ભીડ હતી. ઘણા વર્ષો બાદ ભારત આવીને સારું લાગતું હતું ! મેં અને નિશાએ અંધેરીની એક હોટેલ બુક કરી અને એજ હોટેલમાં અમે જમ્યા ! મેં અને નિશાએ અલગ અલગ રૂમ બુક કરાવ્યો હતો, કારણ કે અહીં સિક્યોરિટીના ઘણા ઇશ્યુસ હતાં. મેં નિશાને મેસેજ કર્યો કે આપણે સાંજે ચાર વાગ્યે કોલાબાના એક કેફેમાં મળીએ ! હું અને નિશા કોલાબાના એક કેફેમાં મળ્યા અને મેં કહ્યું, “નિશા, મુંબઈમાં જે જે એરિયામાં લોકલ ગુંડા કે ડોનનું રાજ ચાલતું હોય એની લિસ્ટ જોઈએ છે ! નિશા બોલી, “અશોક આવી લિસ્ટ તો આપણને આઈ.બી માંથી મળી જશે !” હું વિચારવા લાગ્યો અને બોલ્યો, “તો અત્યારે જ આઈ.બીના સર્વર માંથી એ લિસ્ટ કાઢ અને એક એક એરિયાની ઇન્કવાયરી કરીએ એટલે કોઈક એરિયા માંથી તો ડી.ક્યુનો છેડો મળશે !
નિશાએ પોતાના લેપટોપથી આઈ.બીની લિસ્ટ કાઢી અને મેં અને નિશાએ એનાલિસિસ ચાલુ કર્યું ! મુંબઈના બધા જ એરિયાનું એનાલિસિસ કર્યા બાદ એક અંડરગ્રાઉન્ડ કેફેની વિગતો બહાર આવી અને નિશાએ કહ્યું, “અશોક, આ કેફે વિશે કોઈને ખબર નથી અને આની કોઈ માહિતી કે લોકેશન ગૂગલ પર પણ અવેલેબલ નથી !” મેં કહ્યું, “હા, સાચી વાત છે અને આ જ આપણાં માટે એક ચાન્સ છે અને કદાચ આપણને ડી.ક્યુ પણ ત્યાં જ મળી જાય !” નિશા બોલી, “અશોક આપણે ફોર્સ લઈને જઈએ અને રેડ પાડીએ !” મેં જવાબ આપતાં કહ્યું, “સારો આઈડિયા છે, પણ રેડ પાડવાથી ગોળીબાર થશે અને એમાં ઘણા પ્રુફ નષ્ટ થઈ જશે !” નિશાએ કહ્યું, “તો આપણે શું કરવું જોઈએ ?” મેં કહ્યું, “એક પ્લાન છે, આપણે ગેંગસ્ટર બનીને કેફમાં જઈશું !”
“કઈ રીતે ?” નિશાએ કહ્યું. મેં જવાબ આપતાં કહ્યું, “સાંભળ, આ પ્લાનમાં લીડ તું કરીશ અને તારો રોલ લેડી ગેંગસ્ટરનો હશે અને આપણે પાંચ જણની ટીમ બનાવીશું !” નિશાએ કહ્યું, “ઓકે…!” હું અને નિશા વિચારતા હતા કે આ પ્લાનમાં કોને કોને શામિલ કરવા. સાંજ પડી ગઈ હતી અને હું અને નિશા બહાર ફરવા નીકળ્યા. નિશાએ કહ્યું, “અશોક, આપણે ક્યાં જઈએ છીએ ?” મેં હસતાં કહ્યું, “ખબર નહીં !” એ પણ હસવા લાગી અને હું નિશા સાથે મરીન ડ્રાઈવ લઈ ગયો.
ઘણા સમય બાદ મેં નિશા માટે સમય કાઢ્યો હતો. જિંદગીમાં મેં ક્યારેય વેકેશન નથી લીધું પણ જ્યારથી નિશા મારી નજીક આવી છે ત્યારથી હું સંબંધો પ્રત્યે જવાબદાર બન્યો છું ! નિશા મારી બાજુમાં બેઠી હતી અને મેં એનો હાથ પકડ્યો અને એના ખભા પર હાથ રાખ્યો અને એ બોલી, “અશોક, મનમાં જે હોય એ કહી દે, એટલે મન હળવું થઈ જાય !” મેં કહ્યું, “નિશા મનમાં એક ડર બેસી ગયો છે ” એ બોલી, “કેવો ડર ?” મેં કહ્યું, “તને ખોવાનો ડર…!” એણે મારા કપાળ પર કિસ કરી અને બોલી, “ડિયર અશોક, હું ક્યાંય નથી જવાની !” હું અને નિશા ઢળતા સૂર્યનો આનંદ લેતાં હતાં અને સાથે સાથે દિવસે દિવસે નિશા મારી બની રહી હતી. રાતના નવ વાગ્યા હતાં અને મેં અને નિશાએ ડિનર લીધું. નિશા બોલી, “અશોક આજે મારે તારી સાથે જ રહેવું છે !” હું હસવા લાગ્યો અને એ બોલી, “કેમ હસે છે ?” મેં કહ્યું, “આદત પડી ગઈ છે !” એ શરમાઈ ગઈ અને મેં નિશાને મારા હાથથી જમાડવાનું શરું કર્યું !
બીજા દિવસે અમે કેફેમાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી હતી ! નિશાનો ગેંગસ્ટર જેવો લુક રેડી થઈ ગયો હતો અને મેં નિશાને બુલેટપૃફ જેકેટ આપ્યું પણ તેને લેવાથી ઇનકાર કર્યો અને બોલી, “અશોક, હું આને પહેરીશ તો એ લોકોને શક થઈ જશે અને આપણો પ્લાન ફેઈલ જશે !” નિશાની વાતમાં તો દમ હતો, પણ એની સુરક્ષાનું શું ?
મેં કહ્યું, “નિશા તારી સિક્યોરિટી મારી પહેલી પ્રાયોરિટી છે !” નિશા સ્મિત સાથે બોલી, “અશોક, તું છે ને મારી સાથે, પછી મને કોનો ડર !” હું કંઈ ન બોલ્યો અને નિશા અને બાકીના ત્રણ આઈ.બીના સાથીઓની ગેંગ બનાવીને એ કેફે તરફ આગળ વધ્યો ! એ કેફેનો એક સિક્રેટ દરવાજો હતો, હું અને અમારી ટીમ ત્યાં પહોંચી અને ત્યાં ઉભેલા એક માણસને કહ્યું, “અબે…દિખતા નહિ, મેડમ આઈ હૈ તો દરવાઝા અભી તક નહિ ખોલા ?” એ બોલ્યો, “મેં ઇનકો નહિ જાનતા….!” અમે બધા એની સામે જોઈને હસવા લાગ્યા અને હું બોલ્યો, “એડા હૈ ક્યાં ?, દરવાઝા ખોલતા હૈ કી ભાઈ કો કોલ કરું….!” એ થોડો ડ્રાઈ ગયો અને એને દરવાજો ખોલ્યો અને અમે અંદર ગયા.

(ક્રમશઃ વાંચો પ્રકરણ 6 આવતા શનિવારે રાત્રે 9:30 કલાકે ફક્ત ગુજ્જુરોક્સ પર..)
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા (GujjuRocks Team)

પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1
પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
પ્રકરણ 3 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 3
પ્રકરણ 4 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 4

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.