મનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો ક્લિક ને વાંચો પાર્ટ 3 આખી..

0
Advertisement

પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1

સવારના સાડા છ વાગ્યે મારી આંખ ખુલી અને નિશા બાજુની ખુરશી પર બેઠી હતી અને એનું માથું મારા પગ પર હતું અને એ આરામથી સૂતી હતી. મને માથામાં સખત દુખાવો થતો હતો. હું ઉઠ્યો અને સાથે નિશા પણ ઉઠી અને બોલી, “અશોક…તું ઠીક છે ને ?” મેં કહ્યું, “હા, પણ માથામાં હજુ દુખાવો છે !” એ બોલી, “તું ગઈકાલે રાત્રે અચાનક બેભાન થઈ ગયો હતો અને હું ખૂબ જ ડરી ગઈ હતી !” મેં નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં. હું બોલ્યો, “નિશા હું એકદમ ઠીક છું…. ડોન્ટ વરી !” એણે હા માં મોઢું હલાવ્યું !

નિશા બોલી, “કાલે તારી સાથે જે છોકરી હતી એ કોણ હતી ?” મેં કહ્યું, ” ખબર નહીં…પણ હું એ મુંઝવણમાં છું કે એ છોકરીને ગોળી કોણે મારી હશે ?” મેં કહ્યું, “ગોળી કોણે મારી એના કરતાં મોટો સવાલ એ છે કે એ છોકરી કોણ હતી અને એની પાસે એવી કઈ ઇન્ફોર્મેશન હતી કે એને મરવું પડ્યું !” નિશાએ કહ્યું, “હા, એ પણ છે… ગઈકાલે ડી.ક્યુ પાર્ટીમાં હતો !”
હું અને નિશા હોટેલ પર પહોંચ્યા અને હું નાહવા માટે બાથરૂમમાં ગયો. નાહીને બહાર આવ્યા બાદ હું બેડ પર બેસી ગયો ! નિશાએ કહ્યું, “શું થયું અશોક ?” મેં કહ્યું, ” કંઈ નહીં બસ આ પીઠમાં દુખે છે.” એ બોલી, એક કામ કર તું ઊંધો સુઈ જા એટલે હું તને માલીશ કરી આપું ! ” મેં કહ્યું, “ના….યાર આ તો આપોઆપ મટી જશે !” નિશા બોલી, “અને ન મટે તો આપણું મિશન ફેઈલ ને ?” હું કંઈપણ બોલ્યા વગર ઊંધો સુઈ ગયો અને નિશાએ મારી પીઠ પર માલીશ કરી..!” થોડીવાર બાદ દુખાવો ઘણો ઓછો થયો અને મેં કહ્યું, “થેન્ક્સ નિશા !” એ બોલી, “આમાં શું થેન્ક્સ ? મને કોઈવાર કમર દુખશે તો તું મને પણ માલીશ કરી આપીશ ને ?” હું હસવા લાગ્યો અને કહ્યું, “ચાલ તું ઊંધી સુઈ જા એટલે હું માલીશ કરી આપું !” એ સ્માઈલ સાથે બોલી, “ઓહ…જનાબને ખૂબ જલ્દી છે !”
હું કંઈ ન બોલ્યો અને એ મારી સામે જોઈ જ રહી અને બોલી, “જુઓ તો ખરાં જનાબ બ્લશ કરે છે !” હું નિશા પાસે ગયો અને કહ્યું, “ઓહ…એવુ…” હું એની મસ્તી કરવા લાગ્યો અને એ પણ મારી મસ્તી કરવા લાગી ! હું અને નિશા ખૂબ જ નજીક આવી ગયા અને એ ધીમા અને મધુર અવાજે બોલી, ” અશોક…?” મેં કહ્યું, “હા…” એ બોલી, “ડી ક્યુ..!” હું ઉભો થયો અને રિવોલ્વર કાઢી અને બોલ્યો, “ક્યાં છે ડી.ક્યુ…?” નિશા ઉભી થઈ અને બોલી, “અરે બાપા એમ કહું છું કે ડી.ક્યુને પકડવા જાઓ છે !” હું બોલ્યો, “તો બરાબર…”
હું અને નિશા હોટેલ માંથી બહાર નીકળ્યા અને એ રેસ્ટોરન્ટમાં ગયા જ્યાં ગઈકાલે ડી.ક્યુએ ફાયરીંગ કર્યું હતું. ત્યાં પોલીસનો કડક પહેરો હતો અને અમે એક ટુરિસ્ટ તરીકે ગયા હતાં એટલે અમને વધારે જાણવા ન મળ્યું ! નિશા બોલી, “અશોક આપણે હવે આઈ.ડી ઓપન કરવી જ પડશે !” મેં કહ્યું, “ના…નિશા આટલી મોટી ભૂલ આપણે ન કરી શકીએ…!” નિશાએ કહ્યું, “તો આપણે શું કરવું જોઈએ ?” મેં કહ્યું, “થોડો સમય રાહ જોવી જોઈએ !” એ હસવા લાગી અને બોલી, “અશોક તો આપણે મિશન કઈ રીતે પૂરું કરીશું ?” મેં કહ્યું, “મિશન મોડું પૂરું થાય એ ચાલશે, પણ મિશન અસફળ ન થવું જોઈએ !” મેં નિશાને મનાવી અને અમે પાછા હોટેલ પર ગયા અને નિશાએ રૂમ ખોલ્યો અને મેં રૂમમાં જોયું અને નિશાને મોઢું બંધ રાખવાનો ઈશારો કર્યો અને મોબાઈલમાં મેસેજ કર્યો કે “નિશા પ્લીઝ દસ મિનિટ સુધી કંઈ જ ન બોલતી અને મેં રિવોલ્વર લોડ કરી અને રૂમમાં અંદર ગયો !

(ક્રમશઃ)
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા
પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here