ડાંસનો સૌથી ધમાકેદાર શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ શરૂ થઇ ચુક્યો છે અને આ શો પોતાના ધમાકેદાર કન્ટેસ્ટન્ટ્સને લીધે ખુબ ચર્ચામાં રહે છે.આ સિવાય શો માં થાનારી મસ્તી પણ ખુબ ચર્ચામાં રહે છે. એવામાં હાલમાં જ શો માં બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ જજ ના સ્વરૂપે ધમાકેદાર એન્ટ્રી કરી છે.એવામાં મલાઈકાને લગતો એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે જેને મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
વીડિયોમાં શો ના હોસ્ટ કરન વાહી મલાઈકા અરોરાને ફ્લાઈંગ કિસ ગિફ્ટ કરતા તેને ‘બહેન જી’ કહેતા દેખાઈ રહ્યા છે. આ વાત પર મલાઈકાનું રિએક્શન જોવા લાયક હોય છે.આ ખાસ ભેંટને કરન વાહી બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર સુધી પહોંચાડવા માટેનું કહી રહ્યા છે.
વીડિયોમાં મલાઈકા અને કરન વાહી ખુબ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.કરન વાહી એવા અંદાજમાં સેટ પર પહોંચ્યા કે બાકીના લોકો પણ હસવા લાગ્યા હતા.વીડિયોને શેર કરતા મલાઈકાએ લખ્યું કે,”કરન વાહી મને હેરાન-પરેશાન કરવામાં ક્યારેય નાપાસ નથી થાતા”.આ મૌકા દરમિયાન મલાઈકા બ્લુ ટોપ અને સફેદ રંગના સ્કર્ટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
વીડિયોમાં કરન વાહી મલાઈકાને કહે છે કે તે તેને એક ભેંટ આપવા માંગે છે. એવું કહેતા કરન મલાઈકાની પાસે જઈને તેના હાથમાં ફ્લાઈંગ કિસ આપે છે કહે છે કે,”ના કહેશો નહિ, બહેનજી”અને કહ્યું કે આ કિસને કરીના કપૂર સુધી પહોંચાડી દે. જો કે કરનના બહેનજી કહેવા પર મલાઈકને સમજમાં ન આવ્યું કે તે શું જવાબ આપે.તે હેરાન થઈને કરનની સામે જોવા લાગે છે.
આગળના દિવસોમાં મલાઈકા દિલ્લીમાં આયોજિત ઇન્ડિયા કુટુર વીક માં પોતાના શાનદાર લુકને લીધે પણ ચર્ચામાં આવી હતી. ઇન્ડિયા કુટુર વીક 2019 માં મલાઈકા અરોરા લીલા રંગના લહેંગામાં નજરમાં આવી હતી.જેમાં તેનો દેખાવ એક દુલ્હન જેવો જ લાગી રહ્યો હતો.
હાલના સમયે મલાઇકા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં છે.બંનેને એકસાથે ઘણીવાર જોવામાં આવે છે, આ સિવાય તેઓની તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર થાતા રહે છે.
જુઓ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks