રસોઈ

મલાઈની કુલ્ફી – આજે જ ટ્રાય કરો અને ઘરે જ બનાવો આ હેલ્થી સ્વાદિષ્ટ કુલ્ફી – શેર કરો રેસીપી

બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોને પણ આ કુલ્ફી પસંદ આવતી હોય છે. અને એમાં પણ ગરમીના મોસમમાં કુલ્ફી ખાવાની મજા તો કઈક અલગ જ છે. જો કે તેને વર્ષમાં કોઈપણ દિવસે ખાઈએ મજા તો આવે જ છે.

તે સ્વાદમાં પણ અકેદમ રીચ અને મુલાયલ છે. તે એટલી મલાઈદાર હોય છે કે ખાવાના સમયે મો નાં ઉપરના હિસ્સામાં મલાઈનો અનુભવ પણ થશે. તે એટલી ક્રીમી હોય છે કે તેમાં બિલકુલ પણ બરફના ક્રિસ્ટલ નથી રહેતા. જો ઘર પર બનેલી કુલ્ફી કે આઈસક્રીમ માં બરફ નાં ક્રિસ્ટલ નાં હોય તો સમજી લો કે તે એકદમ પરફેક્ટ રીતે બની છે.

આ મલાઈ કુલ્ફીને ઘરે બનાવા માટે ગરમીની મોસમ વાટ જોઈ રહી છે. જો કે હવે તો ગરમીની મોસમની પણ શરૂઆત થઇ ચુકી છે. તો આજે હું તમને આ મલાઈ કુલ્ફીની રેસીપી જણાવિશ, જેને તમે પણ જરૂરથી ટ્રાઈ કરો.

મુખ્ય સામગ્રી:

1. દૂધ: હંમેશા ફૂલ ફૈટ કે ફૂલ ક્રીમી દૂધનો જ ઉપયોગ કરો નાં કે લો ફૈટી કે લો ક્રીમી.

2. હૈવી ક્રીમ: અહી અમે 35% ફૈટવાળું ક્રીમ લીધું છે. તમે અમુલ ફ્રેશ ક્રીમનો પણ ઉપીયોગ લરી શકો છો.

3. ખોયા: અહી અમે થોડી માત્રા માં ખોયા એટલે કે માવો લીધો છે જે એકદમ ક્રીમી કુલ્ફી બનાવે છે. તેના બદલામાં તમે ફૈટ મિલ્ક પાઉડર પણ લઇ શકો છો.

4. સુકા મેવા: અહી અમે બાદમ પીસ્તા લીધેલા છે કેમ કે આ બે ઘરોમાં ખુબ ફેવરીટ હોય છે. તમે તમારી પસંદ નાં હિસાબથી કાજુ, અંજીર, કિશમીશ વગેરે લઇ શકો છો.

મલાઈ કુલ્ફી બનાવાની વિધિ:

એક કડાઈમાં દૂધ લો. ગેસને મીડીયમ રાખો.
2. તેમાં એક ઉબાલ આવવા દો. થોડી વારમાં તેને ચમચા થી હલાવતા રહો જેથી દૂધ બળી ન શકે.

3. જેવું જ દૂધમાં ઉબાલ આવે ગેસને માધ્યમથી પણ ઓછુ કરો અને તેની વચ્ચે તેને ચલાવતા રહો અને દૂધ અળધાથી પણ ઓછુ થઇ જ્યાં ત્યાં સુધી ઉકાળતા રહો. તેના માટે તમારે લગભગ 35-40 મિનીટનો સમય લાગશે.

4. હવે તેમાં ખાંડ ઉમેરો.

5. સાથે જ તેમાં ખોયા(માવો) પણ મિક્ષ કરી દો.

6. સારી રીતે મિક્ષ કરો. ખાંડ અને ખોયા પીગળી જ્યાં ત્યાં સુધી તેને પકાવો. બાદમાં ગેસ ઓફ કરી દો.

7. તેમાં ક્રીમ એટલે કે મલાઈ નાખીને મિક્ષ કરો.

8. નાની એલચીના દાણાનો પાઉડર મિક્ષ કરો.

9. કાપેલા બદામ પીસ્તા મિક્ષ કરો.

10. ગુલાબ જલ મિક્ષ કરો.

11. તેને પૂરી રીતે ઠંડુ થવા દો. જેમ તે ઠંડું પડશે મિશ્રણ વધુ ઘટ્ટ બનશે. તેને કુલ્ફી મોડમાં નાખવા માટે પહેલા પૂરી રીતે ઠંડુ થવું ખુબ જ જરૂરી છે.

12. ઠંડા થયા બાદ મિશ્રણ કુલ્ફી મોડમાં નાખો. તેના બદલામાં તમે નાના પ્લાસ્ટિક ના કપ કે કુલ્લડ માં પણ નાખી શકો છો.

13. જો તેનું ઢાંકણ ન હોય તો એલ્યુમીનીયમ ફોઈલ વડે તેને કવર કરી લો.

14. આવી રીતે દરેક મોલ્ડ ભરીને તૈયાર કરી લો.

15. બાદમાં તેને તેના સ્ટેન્ડમાં મૂકી ફ્રીજમાં મૂકી દો.

જ્યારે જમીને સેટ થઇ જાયે ત્યારે તે પીરસવા માટે પૂરી રીતે તૈયાર છે. તેને ફ્રીજ માંથી બહાર કાઢો, અને ગુનગુના પાણી માં એક બે સેકન્ડ માટે મુકો જેથી કુલ્ફી જલ્દી બહાર નીકળી જાય.

કેવી રીતે પીરસવું: તેને મીઠા તરીકે પણ જમ્યા બાદ પીરસી શકાય છે કે પછી દિવસમાં પણ ગમે ત્યારે ખાઈ શકાય છે. સાથે જ પીરસવાના સમયે તમે તેના પર થોડી ફાલુદા સેવ, કે સીરપ વગેરે નાખી ગાર્નીશ કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks