અજબગજબ

રોજના 200 રૂપિયાના ભાડા પર કોલસાની ખાણ લીધી, ખોદકામમાં જે બહાર આવ્યું તેનાથી દુનિયા બદલાઈ ગઈ

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની ખાણમાં ખોદકામ કરનારો એક મજુર રાતોરાત જ લાખોપતિ બની ગયો છે. મજુરે બે દિવસ પહેલા જ ખાણને રોજના 200 રૂપિયાના દરે ભાડે લીધી હતી.

Image Source

આ મજુરે ન તો ચોરી કરી છે કે ન તો તેને કોઈ લોટરી લાગી છે પણ વાત કંઈક એવી છે કે આ ખાણમાં ખોદકામ કરતી વખતે મજૂરને 4.33 કૈરેટનો હીરો મળ્યો છે. બજારમાં આ હીરાની કિંમત 10 લાખ રૂપિયા જણાવામાં આવી છે.

Image Source

મળેલી જાણકારીના આધારે પન્ના જિલ્લાના શાહનગરના રહેનારા વસંત સિંહ મજૂરી કામ કરે છે. આગળની 25 સપ્ટેમ્બરના રોજ કલ્યાણપૂર વિસ્તારમાં તેને 200 રૂપિયાના ભાડા પર 6m x 4m નો પટ્ટો ફાળવવામાં આવ્યો હતો. આ પટ્ટા પર તેને આગળના ત્રણ મહિના સુધી ખોદકામ કરવાની પરવાનગી હતી પણ ખોદકાના બીજા જ દિવસે તેની કિસ્મત ચમકાઈ ગઈ.

Image Source

શનિવારના રોજ ખોદકામ દ્વારા મળેલા પથ્થરોને ધોતી વખતે તેમાંથી એક ચમકદાર પથ્થર મળી આવ્યો. જેને ધોવામાં આવ્યા તો વસંતને ખબર પડી કે આ તો એક હીરો છે. હીરો મળી આવતા વસંતની ખુશીનો તો પાર જ ન રહ્યો તેણે હીરાને ઘરના સભ્યોને બતાવ્યો આ સિવાય હીરાને પન્ના ડાયમન્ડ ઓફિસર એસએન પાંડેય પાસે જાંચ માટે મોકલવામાં આવ્યો. જેના પછી ખબર પડી કે હીરો 4.33 કૈરેટનો છે.

Image Source

મળેલી જાણકારીના આધારે હીરો ઓફિસમાં જમા કરાવી લેવામા આવ્યો છે. પાંડેયના આધારે તેની નિલામીનું આયોજન કરવામાં આવશે અને તેનાથી મળેલા પૈસામાંથી 11.5 ટકા સરકારી રોયલ્ટી અને 2 ટકા અન્ય કરને કાપીને બાકીના પૈસા વસંત સિંહને સોંપી દેવામાં આવશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.