ખબર

શું ફરી લાગશે લોકડાઉન ? ભારતમાં અહીંયા 27 થી 28 ફેબ્રુઆરી સુધી જનતા કર્ફ્યુ, આ છે મોટુ કારણ

ભારતમાં કોરોનાએ ફરી એકવાર રફતાર પકડી છે. કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે લોકોના મનમાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે, શું ફરી લોકડાઉન તો નહિ લગાવવામાં આવે ?

Image Source

મહારાષ્ટ્રના લાતૂરમાં જિલ્લા પ્રશાસને રાજયમાં કોરોનાના સંક્રમણના વધતા કેસને લઇને 27 અને 28 ફેબ્રઆરીએ જનતા કર્ફયુનો નિર્ણય લીધો છે. લાતૂરના જિલ્લા અધિકારી પૃથ્વીરાજ બીપીએ જનતા કર્ફયુની ઘોષણા કરી છે.

Image Source

તેમણે લોકોને અનુરોધ કર્યો કે તેઓ સામાન્ય પરિસ્થિતિમાં ઘરેથી બહાર ન નીકળે. ઇમરજન્સી પરિસ્થિતિમાં જ તેઓ નીકળે. તેમણે કહ્યુ કે, કોરોનાના કેસ રાજયમાં વધી રહ્યા છે પરંતુ લાતૂર જિલ્લા તુલનાત્મક રૂપથી સારી સ્થિતિમાં છે.

Image Source

એક દિવસમાં કોરોનાના નવા 16577 કેસ સામે આવ્યા બાદ કેસની સંખ્યા વધીને 1,10,63,491 થઇ ગઇ છે. જેમાંથી 1,07,50,680 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય શુક્રવારે જાહેર કરવામા આવેલા આંકડા અનુસાર 120 લોકોની મોત સાથે મૃતકની સંખ્યા 1,56,825 થઇ ગઇ છે.

Image Source

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં 190 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવી ગયુ છે. તેમાંથી વધારે લોકો યવતમાલ અને અમરાવતીના છે. આ બાજુ મહારાષ્ટ્રના લાતૂરમાં 27 થી 28 ફેબ્રુઆરી સુધી જનતા કર્ફયુનું એલાન કરવામાં આવ્યુ છે.