જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે જાણીએ છીએ કે તારીખો ઉપરથી લોકોનો સ્વભાવ અને જીવન જાણી શકાય છે પરંતુ આજે આપણે જાણીશું કે જન્મના વાર ઉપરથી જ લોકોનો સ્વભાવ અને પ્રેમ જીવન વિશે માહિતી મળે છે. આજે આપણે જાણીશું કે શુક્રવારે જન્મેલા લોકોનો કેવું હોય છે પ્રેમજીવન.

શુક્રવારે જન્મેલા લોકો ઉપર મા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. તેઓ પાર્ટી કરવામાં અને મોજશોખમાં ખૂબ આગળ હોય છે. જીવનને દિલથી જીવવામાં માને છે. તેમને પ્રેમમાં ઝઘડો જરા પણ પસંદ નથી.
શુક્રવારે જન્મેલા લોકો ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વના સુંદર દેખાવના અને મીઠું બોલનારા હોય છે. તેઓ દિલ ખોલીને પોતાના પાર્ટનરને બધી જ વાત કરી શકે છે.
શુક્રની અસર ને લીધે ઘણીવાર પ્રેમમાં ચંચળતા જોવા મળે છે. સાચો પાર્ટનર મળ્યા પછી હંમેશા તેને વિશ્વાસમાં રાખીને ચાલે છે. હંમેશા તેમની ઉપર લોકો ફિદા હોય છે. પ્રેમના સંબંધમાં તેઓ વિચાર્યા વગર ક્યારે પણ નિર્ણય લેતા નથી. પરંતુ પ્રેમમાં તેઓ, ખૂબ જ વિશ્વાસ, દ્રઢતા અને સંવેદનશીલતા રાખેલ છે.

જન્મેલા લોકો સામાન્ય રીતે ચતુર હોય છે. તેઓ પોતાના પાર્ટનરની મનની વાતો સમજી શકે છે. પરંતુ પોતાના ચંચળ સ્વભાવને લીધે પ્રેમસંબંધમા ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી કરી દે છે. અને પોતાની કુશળતાથી મુશ્કેલીમાંથી બહાર પણ આવી જાય છે.
આ લોકો હંમેશા પોતાના જીવનસાથી ને ખુશ રાખે છે. દાંપત્યજીવનમાં મધુરતા પ્રાપ્ત કરે છે. દરેકની સાથે સંબંધ બનાવીને બેલેંસ લાઈફ જીવે છે. તેમનો આ વ્યવહાર તેમને સામાજિક બનાવ્યા. પ્રેમ ભર્યો માહોલ બનાવી શકે છે અને પોતાની વાતને રજૂ કરી શકે છે.

પોતાની વાતને કલાત્મક રીતે રજૂ કરીને લોકોને ખુશ કરી દે છે. તેઓ પોતાની ખૂબીઓને રીતે જાણે છે. તમારા ટેલેન્ટથી ખૂબ જ નામના કમાવ છો.. તે પોતાના લાઇફમાં પાર્ટનરને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કરે છે.
પાટનર દ્વારા કહેવામાં આવેલી વાતથી તેમને ઘણી વાર ખરાબ લાગે છે. થોડી જ ક્ષણોમાં તેઓ માની જાય છે. પ્રેમની સાથે-સાથે બીજા સંબંધોમાં પણ બેલેન્સ કરે છે. જ્યારે પણ ભૂલ કરે છે તો સામેથી પોતાની ભૂલ સ્વીકારી પણ લે છે..
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks