ખબર

વેવાઇ અને વેવાણ વચ્ચે 2 વર્ષથી ચાલી રહ્યુ હતુ ઇલુ ઇલુ, પછી વેવઇએ કરી દીધો વેવાણ સાથે એવો કાંડ કે…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર પ્રેમ સંબંધના એવા એવા ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે, જે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વેવાઇ અને વેવાણ વચ્ચેનો પ્રેમ સંબંધ ઉજાગર થઇ ગયો છે. પ્રતાપગઢ જિલ્લા મુખ્યાલયના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બળાત્કારના કેસમાં મંદસૌરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. વ્યક્તિ પર બળાત્કારનો આરોપ છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે કોતવાલી વિસ્તારની એક મહિલાએ 5 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો કે મારા પરિવારના તમામ સભ્યો લગ્નમાં ગયા હતા અને હું ઘરે એકલી હતી.

30 માર્ચના દિવસે મારા વેવાઇ પૂનમ ચંદ રાત્રે દારૂના નશામાં ઘરે આવ્યા. મેં તેમને કહ્યું કે ઘરે કોઈ નથી. તેમણે સાંભળ્યું નહીં અને દારૂના નશામાં મારી સાથે ખોટું કામ કર્યું. બળાત્કાર બાદ પૂનમ ચંદે તેના વેવાણને ધમકી આપી હતી કે, જો તે કોઈને કહેશે તો તે તેને મારી નાખીશ. થોડા દિવસો સુધી મહિલા ડરી ગઈ હતી. તે પછી તેણે પરિવારના સભ્યોને કહ્યું, પરિવારે 5 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. જે બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી.

પોલીસે જણાવ્યું કે પૂનમચંદની છોકરી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર રહેતી મહિલાના છોકરા સાથે સંબંધ ધરાવતી હતી. આ સમય દરમિયાન પૂનમચંદ અહીં આવતા-જતા હતા. પૂનમચંદ દરરોજ મહિલા સાથે ફોન પર પણ વાત કરતો હતો. લગભગ બે વર્ષ પહેલા પૂનમચંદની યુવતીના સંબંધ કોતવાલી વિસ્તારના ગામની મહિલાના છોકરા સાથે નક્કી થયા હતા.

જેને લઈને વેવાઈ પૂનમચંદ ઘણીવાર વેવાણના ઘરે આવતા હતા અને ત્યારે જ અવાર નવાર ફોન પર વાતચીત થતી હોવાને કારણે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો. હાલ તો પોલીસે મંદસૌર જિલ્લાના અફજલપુરમાંથી 40 વર્ષીય પૂનમચંદ મેઘવાલની ધરપકડ કરી હતી.