ફિલ્મી દુનિયા

ખતમ થઈ ગયું હવે રિયાનું કેરિયર? આ ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાંથી રિયાને હાંકી કાઢી- જાણો વિગત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સૌથી મોટું નામ જોડાયેલું છે તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીનું. સુશાંત કેસની અંદર હવે રિયા બરાબર ફસાઈ ગઈ છે.
હજુ ઘણા એવા સવાલો છે જેના જવાબ હજુ શોધવાના બાકી છે. સીબીઆઈ અને ઇડી હવે આ મામલાના ઊંડાણ સુધી જવાના પ્રયાસો કરી રહ્યા છે.
હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે સુશાંતની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે. પરંતુ એ વાત નક્કી છે કે રિયા ઉપર લાગેલા આરોપોના કારણે તેનું કેરિયર હવે પૂરું થવાની કગાર ઉપર આવી ગયું છે.

Image Source

સુશાંત કેસમાં સુશાંતના ચાહકો સાથે ઘણા લોકો હવે રિયાને જ આરોપી માની રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે ફિલ્મ મેકર લોમ હર્ષ પોતાની ફિલ્મની અંદર રિયા ચક્રવર્તીને લેવાના હતા. પરંતુ તે હવે આમ નહિ કરે.

Image Source

હર્ષનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડને કાસ્ટ કરવાથી અભિનેતાઓના ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચશે.
લોમ હર્ષે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે આ મારી બીજી ફીચર ફિલ્મ છે. અને અમે રિયા ચક્રવર્તીને તેમાં શામિલ કરવાનું આયોજન કરી રહ્યા હતા. વર્ષ 2018થી ફિલ્મને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. આ વર્ષે અમે શૂટિંગ શરૂ કરવાના હતા. પરંતુ કોરોના મહામારીના કારણે રોકી દેવામાં આવ્યું.

Image Source

હર્ષે કહ્યું હતું કે: “પહેલા તે બૂમો પાડીને જણાવી રહી હતી કે સીબીઆઈ તપાસ થવી જોઈએ તો હવે સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે તો તે કેમ નજર નથી આવી રહી? ક્યાં છુપાઈ ગઈ છે? તે ઘણી બધી વાતો જાણે છે, એ મામલામાં કોઈ શંકા નથી. તેનું કેરિયર ખતમ થઈ ચૂક્યું છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.