ખબર

તો શું લોકડાઉન 5.0માં વધુ છૂટ મળશે? મેસેજ વાઇરલ થતા ગૃહ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો- જલ્દી વાંચો

કોવિડ 19 વાયરસની મહામારીને રોકવા આપણા ભારત દેશમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યુ છે જે 31મી મે, રવિવારના રોજ પૂરું થવાનું છે. જો કે અત્યારથી જ દેશમાં લોકડાઉન 5.0 લાગુ થવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે આવા પ્રકારના દાવા- અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. હોમમાં મિનિસ્ટ્રીએ પોતાના સ્પષ્ટિકરણમાં સાફ જણાવ્યુ છે કે લોકડાઉન 5.0ના સમાચાર માત્ર અફવા છે. નોંધનિય છે કે લોકડાઉનની માર્ગરેખા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (NDMA) નક્કી કરે છે.

કોવિડ 19 ની મહામારીને રોકવા માટે દેશમાં પહેલું લોકડાઉન 25 માર્ચએ એનાઉન્સ થયું હતું ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 4 વાર લોકડાઉનની મુદ્દત લંબાવવામાં આવી છે. હાલ દેશમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યુ છે જે 18મી મેથી શરૂ થયુ હતુ અને હવે 31મી મે સુધી ચાલશે. અલબત 25મી માર્ચથી 14 એપ્રિલ સુધીના લોકડાઉન 1.0ની તુનલાએ લોકડાઉન 4.0માં ઘણી છુટછાટો જાહેર કરવામાં આવી છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના છેલ્લા રવિવારે એટલે કે 31 મેના રોજ પોતાના “મન કી બાત” પ્રોગ્રામમાં લોકડાઉન 5.0 ની જાહેરાત કરશે. સાથે જ ગૃહ મંત્રાલયે આ દાવાઓને ફગાવતા કહ્યું હતું કે, આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓ માત્ર અનુમાનિત છે.

લેટેસ્ટ અપડેટ પ્રમાણે સરકાર દ્વારા હજુ સુધી લોકડાઉન 5.0 અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જોકે, તેને લઈને અટકળોનું બજાર જોરદાર ગરમ છે. લોકો વ્હોટ્સએપ એપ્લિકેશન પર પણ પાંચમા તબક્કાના લોકડાઉનને લગતા નકલી મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે. જેમાં લોકડાઉન ફરી આકરું બનાવાશે કે પછી તેમાં 4th તબક્કાના લોકડાઉન કરતા પણ વધુ છૂટ અપાશે તેવી તથ્ય વિહોણી વાતો થઈ રહી છે.

લોકડાઉનના પાંચમાં તબક્કામાં 11 શહેરો પર ધ્યાન કેન્દ્રી કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સૂરત અને કોલકાતા સામેલ છે.

Image Source

આ શહેરોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન 5માં ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે કે નહીં તે પ્રશ્ન પણ છે. રેલવે ચાત્રા અને ડોમેસ્ટિક ફ્લાઈટની સર્વિસ ચાલુ રહી શકે છે. દિલ્હી મેટ્રોની સેવા પણ 1 જૂન બાદ શરુ કરવામાં આવી શકે છે.

Image source

લોકડાઉન 5 દરમિયાન તમામ ઝોનમાં સલૂન અને જીમ ખોલવાની પરવાનગી આપી શકાય છે. માત્ર કન્ટેન્મેન્ટ ઝોન છોડીને બાકીની જગ્યાએ સલૂન અને જીમ ખોલવાની મંજૂરી આપી શકે છે. જો કે, પાંચમા તબક્કામાં કોઇ શાળા, કોલેજ-યૂનિવર્સિટીને ખોલવાની પરવાનગી આપી શકશે નહીં. આ સાથે જ મૉલ અને મલ્ટીપ્લેક્ષને પણ બંધ રાખી શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.