શેરબજારમાં છેલ્લા થોડા સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલા કેન્દ્ર સરકરી નીતિના કારણે બજારમાં અસર જોવા મળી રહી હતી. ત્યારે હવે ક્રૂડ ઓઇલમાં પણ ભાવ વધારો થતા ફરી એક વાર શેરબજારને અસર થઇ છે. તેની અસર એલઆઈસીને શેર બજારમાં રોકાણથી 57 હજાર કરોડની ખોટ ગઈ છે.
એક રિપોર્ટ અનુસાર જૂનના અંતમાં ત્રિમાસિકમાં શેર બજરમાં લીસ્ટડે કંપનીમાં એલઆઇસીનું રોકાણ મૂલ્ય 5.43 લાખ કરોડ રૂપિયાનું હતું.પરંતુ એલઆઇસીએ જે કંપનીમાં રોકાણ કર્યું છે તેની માર્કેટ વેલ્યુ 81 ટકા ઘટી ગઈ છે.

ત્યારે ચાલુ વર્ષના વીજ ત્રિમાસિક અંતમાં દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપનીને 57000 કરોડનું નુકસાન થયું છે. એલઆઇસીએ સૌથી વધારે રોકાણ FMCG સેકટરની કંપની ITCમાં કર્યું હતું. ત્યારબાદ એલઆઇસીએ SBI, ONGC, L&T, કોલ ઇન્ડિયા, NTPCઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કર્યું હતું.
એક રિપોર્ટ અનુસાર, જૂનના અંતમાં શેરબજારમાં લિસ્ટેડ કંપનીમાં LICનું મૂલ્ય 5.43 કરોડ રૂપિયા હતું. જે ઘટીને 4.86 કરોડ રૂપિયા થઇ ગયું છે. આ રીતે એલઆઇસીએ જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તેને કારણે તેને 57 હજાર કરોડ રૂપિયાની ધરખમ ખોટ થઇ છે.

હાલમાં આરબીઆઈએ જાહેર કરેલા આંકડા અનુસાર, માર્ચ 2019 સુધી એલઆઈસીનું કુલ રોકાણ 26.6 લાખ કરોડ રૂપિયા જ હતું. જેમાં 22.6 લાખ કરોડ રૂપિયા પબ્લિક કંપનીઓમાં હતું. જયારે 4 લાખ કરોડ રૂપિયાનું ખાનગી ક્ષેત્રમાં રોકાણ કર્યું હતું.

આ રીતે પબ્લિક સેકટરની કંપનીઓમાં એલઆઇસીનું કુલ રોકાણ 10 વર્ષ પહેલા 75 ટકા હતું જે હવે 85 ટકા થઇ ગયું છે. આ રીતે લગભગ 15 ટકાનો વધારો થયો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks