ખબર

‘લાશો પડી છે, જોઈતી હોય તો સફેદ ઝંડો દેખાડીને લઈ જાઓ!’ ભારતીય સેના 7 ઘૂસણખોરોને ઠાર મારીને પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

આઝાદી મળી એ પછીથી જમ્મુ-કાશ્મીર ભારતનો સદાય અફરાતફરી ભર્યા માહોલવાળો મુલ્ક બનેલો છે. સૌ કોઈ જાણે છે, કે આની પાછળ પાકિસ્તાનની ઉશ્કેરણીઓ-હમલાઓ અને દેશની અંદરના જ કેટલાંક નાપાક તત્ત્વોનો સારો એવો સાથ છે.

હાલ કાશ્મીરમાં એવો જ કંઈક અકળ માહોલ ચાલી રહ્યો છે. કોઈ નક્કી નથી કરી શકતું કે ખરેખર શું થવાનું છે! કાશ્મીરને લઈને બહુ બધી ખબરો મીડિયા પર છવાયેલી છે. ભારતીય સેનાની પલટનો પર પલટનો કાશ્મીરમાં મૂકવામાં આવી રહી છે. હજારો જવાનો આ વખતે કાશ્મીરના અનેક સંવેદનશીલ ઇલાકાઓમાં તેજ નજરે પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમરનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ જણાવે છે, કે ચોતરફ જ્યાં જૂઓ ત્યાં આર્મી જ જોવા મળી રહી છે.

Image Source

આ પરિસ્થિતીમાં રહી-રહીને એક મોટા સમાચાર પ્રસારિત થયા છે, કે કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતી પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ( BAT )ના સાત સૈનિકો-કમ-આતંકીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. 31 જુલાઇની મધ્યરાત્રિએ આ ઘટના બની હોવાનું કહેવાય છે.

ભારતીય સેનાએ પ્રવક્તાના માધ્યમથી પાકિસ્તાનને જણાવ્યું છે, કે જંગલમાં તમે મોકલેલા સૈનિકોના મૃતદેહો પડ્યા છે. ઇચ્છો તો સફેદ ઝંડી દેખાડીને લઈ જઈ શકો છો.

પાકિસ્તાન તરફથી આવી ઘૂસખોરી કોઈ નવી વાત નથી તેમ જ સાંખી લીધા જેવી પણ નથી. ભારતીય સેનાએ આ વખતે જે જડબાતોડ અને રસ્તે જ આંતરીને જે જવાબ આપ્યો છે તે ખરેખર પ્રશંસાને લાયક છે. એ સાથે જ મૃતદેહોનું માન જાળવવા માટે થઈને એક યુધ્ધવીરને છાજે તેવું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

Image Source

ઉલ્લેખનીય છે, કે હાલ સ્વાતંત્ર્ય દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા પણ રૂટ પર પાકિસ્તાનમાં બનાવાયેલા વિસ્ફોટક પદાર્થો મળી આવતા બંભ કરવામાં આવી છે. એ સાથે જ માછીલ માતાની 45 દિવસ સુધી ચાલતી યાત્રા પણ બંધ કરવામાં આવી છે. લોકોને પાછા લાવવા માટે આર્મી, સ્થાનિક પોલીસની સાથે વાયુસેના પણ કાર્યરત છે. યાત્રાળુઓ ભલે હાલાકી ભોગવીને પાછા ફરી રહ્યા છે પણ આ અડધી યાત્રામાં જ તેઓ શંભુ-ભવાનીનાં દર્શનનો પૂર્ણ લાભ મળ્યો હોવાનું માને છે. આખરે દેશ માટે થઈને જ તો હાલાકી ભોગવવી ભલે ને પડે! ઈશ્વર પરની શ્રધ્ધા એ ભારત પરની જ શ્રધ્ધા છે!

ભારત પર ઉઠાવેલી દરેક બૂરી દાનતવાળી આંખ આમ જ ફૂટતી રહો. વંદે માતરમ્! વેલ ડન ઇન્ડીયન આર્મી!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks