લોકડાઉનમાં ઘરે રહીને ઘણા લોકોના વજનમાં વધારો થયો છે. ઘણા માટે આ લોકડાઉન સારું સાબિત થયું છે. તો ઘણા માટે લોકડાઉનમાં ખરાબ ઘટના પણ ઘટી છે.
View this post on Instagram
કૃતિ સેનને આ લોકડાઉનમાં પોતાનું 15 કિલો વજન ઓછું કરી લેતા તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ કૃતિએ જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સમગ્ર વિગત જણાવી ડાયટેશિયલન જાહ્નવી કનકિયાનો પણ આભાર વ્યક્ત કર્યો.
કૃતિ સેને લખ્યું હતું કે, હજુ 1.5 કિલો વજન ઉતારવાનું બાકી છે. આ વજન એ માટે કૃતિએ પોતાની આગામી ફિલ્મમાં એક પ્રેગ્નેટ મહિલાનું પાત્ર ભજવવાનું હોય વજન વધારવું પડ્યું. તે નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ ‘મિમી’ જોવા મળશે.
View this post on Instagram
કૃતિએ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાનું 15 કિલો વજન વધાર્યું હતું. તેણે કહ્યું, અમે પ્રેગ્નેન્સી સીન શૂટ કરવાના હતા અને લક્ષ્મણ સર બિલકુલ ક્લીયર હતા કે આ સીન માટે વજન વધારવું જરૂરી છે. તેઓ નહોતા ઈચ્છતા કે આ પાત્રનો ચહેરો પાતળો દેખાય. કૃતિએ વધુમાં જણાવ્યું હતું કે,
View this post on Instagram
વજન વધારવું એ મોટો ટાસ્ક સાબિત થવાનો છે. હું જાણતી હતી કે મારે ભૂખ વધારવીની સાથે-સાથે ખોરાકમાં કેલરી વધારવી પડશે. આથી મેં સંપૂર્ણ રીતે એક્સરસાઈઝ બંધ કરી દીધી, યોગ પણ. હું પૂરી, હલવો અને ચણા નાસ્તામાં લેતી અને દરેક વખતે જમ્યા બાદ મિઠાઈ પણ જરૂરી ખાતી. આ બાદ ખાવાને લઈને મારી રૂચિ ખતમ થઈ જતા ભૂખ નહોતી લાગતી ત્યારે પણ હું ચીઝ સ્લાઈસ લઈને ખાવા બેસી જતી હતી.
View this post on Instagram
હવે તેણે આ લોકડાઉન દરમિયાન પોતાની ડાયેટીશિયનની મદદથી 15 કિલો વજન ઓછું કરી લીધું છે. કૃતિ શર્મા ‘મિમી’ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જે વર્ષ 2011માં આવેલી નેશનલ એવોર્ડ વિનિંગ મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હેહેચી’ની હિન્દી રીમેક છે.
View this post on Instagram
કૃતિ આ ફિલ્મમાં એક સરોગેટ મધરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.