બોલીવુડની નંબર 1 અભિનેત્રી દિશાની “સાઈઝ” પૂછી, પછી જે મજેદાર જવાબ મળ્યો ઉફ્ફ…
અભિનેતા ટાઇગર શ્રોફની સાથે રિલેશનને લઈને ચર્ચામાં રહેનારી અભિનેત્રી દિશા પટની ટાઇગર શ્રોફની સાથે સાથે તેના પરિવારની પણ ખુબ જ નજીક છે. આ સિવાય તેની ટાઈગરની બહેન કૃષ્ણા સાથે પણ સારી એવી બોન્ડિંગ છે.

ઘણીવાર દિશા કૃષ્ણા શ્રોફ સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર પણ બંન્ને એકબીજાની તસ્વીરો પર પ્રતિક્રિયા આપતી રહે છે. અમુક સમય પહેલા જ એવું જ કંઈક બન્યું હતું કે દિશાએ શેર કરેલી તસ્વીર પર કૃષ્ણાએ કંઈક આવું પૂછી લીધું હતું.

દિશા પટનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેર કરી હતી, અને તસ્વીરમાં દિશા એટલી સુંદર લાગી રહી હતી કે કૃષ્ણા શ્રોફ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવા માટે પોતાને રોકી શકી ન હતી.

તસ્વીરમાં દિશા ખુલ્લા વાળ અને બ્લેક ટીશર્ટમાં દેખાઈ રહી છે. કૃષ્ણાની નજર દિશાની ચમકતી સ્કિન પર ટકી ગઈ અને પૂછી લીધું કે તારી સ્કિન આટલી બધી સુંદર કઈ રીતે છે, તું સ્કિન પર શું લગાવે છે?’

કૃષ્ણાના આવા સવાલ પર દિશાએ પણ દમદાર જવાબ આપ્યો હતો. દિશાએ જવાબમાં કહ્યું કે,”જુઓ જરા કોણ કહી રહ્યું છે….જેની પોતાની જ સ્કિન આટલી સુંદર છે’.

ટાઇગર શ્રોફ અને દિશાની જોડી અવાર-નવાર ચર્ચામાં રહે છે. જો કે બંન્નેએ ક્યારેય પોતાની રિલેશનની વાત કબુલી ન હતી. કૃષ્ણા શ્રોફ ઘણીવાર ટાઇગર-દિશા સાથે જોવા મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.