હેલ્થ

ચોમાસામાં બચાવશે 5 રોગોથી આ એક જ જ્યુસ, રોગ પ્રતિકારક શક્તિમાં પણ થશે વધારો, આજે જ પીવાનું શરૂ કરી દો,

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્ર્મણ ચાલી રહ્યું છે અને એમાં પણ હવે ચોમાસાનો સમય ચાલુ થઇ ગયો છે જેના કારણે બીજી બીમારીઓ પણ તમારી આસપાસ મંડરાતી જોવા મળશે, આ બધાથી બચવા માટેનો એક જ શ્રેષ્ઠ ઉપાય છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો. આ દરમિયાન જો તમે કેટલાક ફ્રૂટ અને જ્યુસ પીવો છો તો તમને રોગો સામે લડવાની તાકાત મળે છે. એવું જ એક ફ્રૂટ છે કીવી. જેનો મોટાભાગે ઉપયોગ ડેન્ગ્યુની બીમારીમાં થાય છે. કીવીમાં રહેલા પોષક તત્વો શરીરની અંદર ઓછા થયેલા પ્લેટલેટ્સ કાઉંટને વધારે છે. આ ફળ થોડું મોંઘુ છે જેના કારણે ઘણા લોકો ખાઈ નથી શકતા, પરંતુ બીમારીના ખર્ચ કરતા આ ફળ ખાવું વધુ સારું રહેશે. ના માત્ર કીવીનું ફળ પરંતુ તેનું જ્યુસ પણ શરીર માટે ઘણું જ ઉપયોગી છે. ચાલો આજે જાણીએ કીવીનું જ્યુસ કયા પાંચ રોગોથી પણ રક્ષણ આપે છે.

Image Source

1. હૃદયને રાખે છે સ્વસ્થ:
કીવીનું જ્યુસ પીવાથી હૃદય એકદમ સ્વસ્થ રહે છે. તેનાથી હૃદયને ઘણો જ લાભ મળે છે. રક્ત વાહીઓમાં બ્લડ ક્લોટ્સ બનાવથી રોકે છે. ઉચ્ચ રક્તચાપની સમસ્યમાં પણ તેનું સેવન કરી શકો છો. કીવીના જ્યુસથી હાઈ બ્લડ પ્રેશર નોર્મલ રહેશે. તો તમને હૃદય સંબંધિત રોગો પણ જલ્દી નહીં થાય. ફાયબર હોવાના કારણે કીવી ખાવી અને જ્યુસ પીવું હૃદયને સુરક્ષિત રાખે છે. સાથે જ સ્ટ્રોક, કાર્ડિયેક એરેસ્ટ, હાર્ટ એટેકનો પણ ખતરો ઓછો રહે છે. રોજ બે કીવી ખાવાથી ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ પણ ઓછી થાય છે.

2. અસ્થમાના જોખમને ઓછું કરે છે:
કીવીના ફળનું સેવન જો જ્યૂસના રૂપમાં કરવામાં આવે છે તો અસ્થમાના દર્દીઓને તેનાથી ઘણો જ સારો ફાયદો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે અસ્થમા દરમિયાન શ્વસન તંત્રને સુચારુ રૂપથી કામ કરવા માટે કીવીની અંદર રહેલા ગુણ ફાયદો પહોચાવે છે.

Image Source

3. પાચનતંત્રને બનાવે છે મજબૂત:
વરસાદના સમયમાં પાચંતંત્રથી જોડાયેલી સમસ્યાથી લોકો હેરાન થતા હોય છે, તેનાથી બચવા માટે કીવીના ફળના જ્યૂસનું સેવન ખુબ જ ફાયદો પહોચાવે છે. કીવીના ફળની અંદર રહેલા ફાઈબરની માત્ર પાચન ક્રિયાને યોગ્ય કરે છે અને પેટથી જોડાયેલી ઘણા પ્રકારની સમસ્યાઓથી પણ તમને બચાવે છે.

4. રોગ પ્રતિકારક શક્તિમાં કરે છે વધારો:
શરીરમાં જેટલી રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે એટલા જ તમે મોટાભાગના રોગોથી દૂર રહી શકશો. કીવીના ફળનું જ્યુસ ઇમ્યુન સેલ્સને મેન્ટેન રાખે છે જેના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે મજબૂત બનાવવામાં આ જ્યુસ ફાયદાકારક રહે છે.

Image Source

5. આંખો  માટે છે ખુબ જ ફાયદાકારક:
કોરોના વાયરસના ખતરાને જોતા ઘણા લોકો ઘરે બેસીને જ કામ કરે છે., આ દરમિયાન તેમની આંખો કમ્યુટર અને લેપટોપ ઉપર મંદારિયલી હોય છે, તો આંખોની યોગ્ય સુરક્ષા માટે કીવીની જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. એક વૈજ્ઞાનિક સંશોષણ પ્રમાણે કીવીનું ફળ અથવા જ્યુસનું સેવન કરવાથી વિજન લોસની સમસ્યાતિઃ બચી શકાય છે.

Image Source

કેવી રીતે બનાવું કીવીનું જ્યુસ:
કીવીનું જ્યુસ બનાવવા માટે કીવીના એક ફળને બરાબર ધોઈ લેવું. અને ત્યારબાદ તેના ઉપરના પડને સાફ કરીને નાના નાના ટુકડામાં કાપી લેવું. હવે તેને મિક્સરમાં નાખીને બે કપ પાણી ઉમેરી લેવું. 5 મિનિટ સુધી જ્યુસરને ચલાવવું. પાંચ મિનિટ બાદ જ્યૂસને બહાર કાઢી તેની અંદર થોડું મીઠું ઉમેરી લેવું. જ્યુસ તૈયાર.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.