અજબગજબ રસપ્રદ વાતો

સાથીઓની મૃત્યુ પર કેમ નથી રડતા કિન્નર? આજે વાંચો રોચક તથ્યો, જે તમે ક્યારેય નહિ સાંભળ્યા હોય

કિન્નરોને તો દરેક લોકોએ જોયા હશે તેમના કામ વિષે પણ બધાજ જાણતા હશે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કિન્નતો વિશેની કેટલીક એવી બાબતો જે તમે આજ દિન સુધી જાણી નહીં શક્યા હોય.

Image Source

કિન્નરોનું જીવન આપણી જેમ સામાન્ય નથી હોતું. તેમના જીવન જીવવનાની રીતભાત, રહન-સહન, બધું જ અલગ હોય છે. એટલે જ એમને સમાજમાં “ત્રીજું લિંગ” એટલે કે “થર્ડ જનરેશન”નો અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો સમાજ પણ અલગ હોય છે. અને એ લોકો પોતાના સમાજમાં જ રહેતા હોય છે. એમના અલગ અલગ સમાજના અલગ અલગ રીતિ રિવાજો પણ હોય છે. અને જે તે સમાજના લોકો પોતાના સમજના રીતિ રિવાજોનું પાલન કરતા હોય છે.

Image Source

કોઈના નવા લગ્ન થયા હોય કે પછી કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય ત્યારે કિન્નરો ત્યાં આવી અને નાચ ગાન કરે છે, તેમજ ભેટ પણ હકથી માંગે છે. અને એ ભેટના બદલામાં બહુ જ સારા આશીર્વાદ પણ આપીને જાય છે. આપણા બાપ દાદા કહેતા આવ્યા છે કે ક્યારેય કોઈ કિન્નરોને નિરાશ ના કરવા. કિન્નરોએ આપેલા શ્રાપ પણ કયારેક સાચા પડતા હોય છે. જેના કારણે આપણે સારા પ્રસંગોમાં કિન્નરોને ભેટ આપી ખુશ કરતા હોઈએ છે.

આ બાબતો વિશે તો સૌને જાણ છે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે તમે નહીં જાણતા હોય. એવી જ કેટલીક બાબતો આજે અમે તમારી સામે લાવીશું.

Image Source

કિન્નરોની શબયાત્રા નીકળે છે રાત્રીના અંધારામાં:
મોટાભાગે તમે કોઈની પણ શબયાત્રાને દિવસે જ નીક્ળલતા જોઈ હશે. વળી એમ પણ કહેવાય છે કે સંધ્યાકાળ પછી શબને ઘરમાં રાખવામાં આવતું નથી. પરંતુ કિન્નરોની શબયાત્રા રાત્રે જ કાઢવામાં આવે છે. તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે. કિન્નરોમાં એવી માન્યતા છે કે જો તેમના શબને કોઈ જોઈ લે તો તેમનો બીજો જન્મ પણ કિન્નરમાં જ થાય છે. વળી તેમના સમાજ સિવાય બીજા કિન્નર સમાજને પણ આ શબયાત્રામાં સામેલ કરવામાં નથી આવતા.

Image Source

કિન્નરોને મૃત્યુ બાદ દફનાવવામાં આવે છે:
આપણે જણાએ છીએ તેમ કિન્નર સમાજ હિન્દુ ધર્મમાં માને છે. તે છતાં તેમના શબને બાળવાને બદલે દફન કરવામાં આવે છે.

મૃત શબને ચપ્પલથી મારવાનો અનોખો રિવાજ:
કિન્નર સમાજમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો શબને દફન કરતા પહેલા ચપ્પલથી મારવામાં આવે છે. કારણ કે તેમનું માનવું છે કે આમ કરવાથી આ જન્મમાં કરેલા તેમના દરેક પાપનો નાશ થાય છે.

Image Source

કિન્નરોના મૃત્યુ પર શોક કરવામાં નથી આવતો:
આપણા હિન્દૂ ધર્મમાં મૃત્યુ બાદ કેટલાક દિવસનો શોક રાખવામાં આવે છે. પરંતુ કિન્નર સમાજમાં કોઈ શોક વિધિ કરવામાં આવતી નતી. કારણ કે તે લોકો એમ માને છે કે કિન્નરનો સમાજમાં આવવું એ નર્કમાં આવ્યા બરાબર છે. મૃત્યુ બાદ આ નર્કમાંથી છુટકારો મળતો હોવાનું માનીને કોઈ શોક રાખવામાં આવતો નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.