ઢોલીવુડ મનોરંજન

કિંજલ દવેએ આ રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ, તેના ભાઈ અને મંગેતર એ આ રીતે આપી સરપ્રાઈઝ, જુઓ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આજે આખા ગુજરાતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં એક આગવું નામ ધરાવે છે. તેની ગાયિકીના લાખો લોકો દીવાના છે. તેના શબ્દોના તાલે ગુજરાતીઓને ઝુમવું ગમે છે ત્યારે આજે કિંજલ દવેના જન્મ દિવસ નિમિત્તે તેના વિશેની ખાસ વાતો અને આજના દિવસની ઉજવણી તેને કેવી રીતે કરી તે આપને જણાવીએ.

ગયા વર્ષે કિંજલ પોતાનો જન્મ દિવસ ગાંધીનગર કૈલાશ ધામ વૃધ્ધાશ્રમ ખાતે ત્યાંના વૃદ્ધો અને અનાથાશ્રમના બાળકો સાથે ઉજવ્યો હતો. કૈલાશ ધામ ખાતે તેમને વૃદ્ધો અને બાળકોને કેક ખવડાવી અને ભોજન જમાડીને ખુશી વ્યક્ત કરી હતી અને ભજન સંધ્યાનું આયોજન પણ કરાયું હતું.

આ જન્મ દિવસે કિંજલને તેના ભાઈ આકાશ દવે અને તેના મંગેતર પવન જોશીએ સરસ મજાની સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.

કિંજલે પોતાની સ્ટોરીની અંદર આ સરપ્રાઈઝ ગિફ્ટની પોસ્ટ પણ કરી હતી. તો મંગેતર પવન જોશીએ પોતાની સ્ટોરીમાં પણ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

કિંજલે પોતાના જન્મ દિવસની નિમિત્તે  સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે ભાઈ આકાશ દવે અને મંગેતર પવન જોશીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કિંજલે પોતાની સ્ટોરીની અંદર જન્મ દિવસ નિમિત્તે કેક કાપતા ફોટો પણ અપલોડ કર્યા હતા. જેમાં કિંજલ ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Dave (@aakashdaveofficial)

કિંજલ દવેનો અવાજ ખૂબ જ રોકિંગ અને જોરદાર છે કે જયારે તેઓ ગાય છે ત્યારે લોકો તેમના સૂરોના તાલે ઝૂમવા લાગે છે. તેમના અવાજ સિવાય તેઓની ફેશન સેન્સ પણ અદબૂત ગજબ છે. તેઓ કોઈ પણ આઉટફિટને ખૂબ જ સરળતાથી કેરી કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

કિંજલ પોતાના પરિવારને પણ ખુબ જ ચાહે છે. થોડા સમય પહેલા તેના પિતાએ પણ તેને એક સરસ મજાની લક્ઝરિયસ કાર ભેટમાં આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઇ છે. પવન પણ કિંજલ સાથેની ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે. આ બંનેની જોડી પણ ખુબ જ સુંદર દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

તમને આ પણ ગમશે જરૂર વાંચજો:
કિંજલ દવેએ પોતાના પરિવાર સાથે ઉજવી દિવાળી, રંગોળીની રંગત, ફટાકડા અને ભાઈબીજ પર શેર કરી ભાઈ સાથેની સુંદર તસ્વીર

કિંજલ દવેને તેના પિતાએ આપી લક્ઝુરિયસ કારની ભેટ, કિંજલે કહયું: “કારણ વગર ગિફ્ટ આપે એ તો બાપ જ હોય ને..”