દિલધડક સ્ટોરી લેખકની કલમે

પતિ અને પ્રેમીના અકાળે અવસાન થતા ખાલી પડેલા ઘરમાં આવેલી એક સ્ત્રીની વ્યથા દર્શાવતી કથા “ખાલી પડેલું ઘર”

ખાલી પડેલું ઘર

ઉનાળામાં ભર બપોરે એક મોંઘી કાર ગામના ચોકમાથી નીકળીને સીધી ઉપલા ફળિયામાં પહોંચી ગઈ. સફેદ કલરની ઓડીનો કાળો કાચ ખુલ્યો. જેમાં પિસ્તાલીસ વર્ષની એક સ્ત્રી બેઠી હતી. જે ખાલી પડેલા ઘર સામે જોતી હતી.

Image Source

ઘરની આગળનો દરવાજો નમી પડ્યો હતો. તો એકબાજુથી નીકળી ગયેલો. ઘરની આગળ ઘાસ હતું. કલર પણ વખૂટી ગયો હતો. બારણાં પણ કાળા પડી ગયેલ હતા. એ યુવતીની આંખમાં આશું હતા. એ હતી જલ્પા !!!!!

ઘર સામે જોઈને તેને મનભરીને રડી લીધું. આ એ ઘર હતું જ્યાં તેને સ્વપ્ન જોયા હતા. એક જીવન જીવવાના.

ઘણા વર્ષ પહેલાં જલ્પા નાની હતી ત્યારે તેના બાળ લગ્ન કરવામાં આવ્યા. ધીરે ધીરે તે મોટી થવા લાગી. તેને પણ એક ખુલ્લા આકાશમાં ઉડવું હતું. તેને બંધ પીંજરું ગમતું ન હતું. મા-બાપે કરેલા લગ્ન તેને પસન્દ ન હતા. આખરે પિતાના દબાણ ને વશ થઈ ને તેનું આણું કરવામાં આવ્યું. આખરે એક ઊગતું ફૂલ એક અભણ પુરુષના બાહોમાં ચૂંથાઈ ગયું.

Image Source

મનથી નક્કી કરેલું હતું કે હવે એ ઘરે પાછી નહિ આવું, ને થયું પણ એવું. લાખ કોશિશ કરવા છતાં જલ્પા એક ની બે ના જ થઈ . આખરે તેનું છૂટું કરવામાં આવ્યું. ને જલ્પાએ પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ્યોને કોલેજમાં આવી ગઈ.

કોલજે જીવન જ્યાં પ્રેમની અનુભૂતિ થાય. જ્યાં નવ યુગલ એકબીજા સાથે ચોંટીને બેસતા. જ્યાં ખુલ્લા મને વાત થઈ . આ જોઈને જલ્પાને થતું કે બસ આજ જિંદગી છે. આખરે અરુણ જોડે તેને પોતાનું હદય આપી દીધું. જલ્પાએ નક્કી કરેલું કે અરુણ સીવાય હવે કશુંય નહિ. તેને પોતાનું જીવન અહીં જ સમર્પણ કરવું નક્કી કરી લીધું. ને તેને લગ્ન પહેલા જ કોલેજમાં પોતાની જાત ( જીસ્મ ) અરુણને હવાલે ઘણીવાર કરી દીધી. મોજ- મજા માં બન્ને પંખી જીવન જીવતા. બારેમાસ તેમના જીવનમાં લીલોતરી અને મેઘરાજાનું આગમન હતું. ઘરના લોકોની મરજી વિરુદ્ધમાં બન્ને એ પ્રભુતામાં પગલાં પાડી લીધા.

હવે તો અરુણ વગર કઈ બીજું જીવન હતું જ નહીં. બન્ને જોબ કરતા ને સરસ કમાતા હતા. આખરે બન્નેનું એક સુંદર સ્વપ્ન હતું કે જલ્દી તેમના ઘરે પારણું બંધાય. તે માટે લગ્ન ને દસ વર્ષ થયાં. ઘણી દવાઓ અને ઘણી દુવાઓ કરી . પરંતુ જોયુલું સ્વપ્ન હાથની રેખામાં ન હતું.

Image Source

કુદરતને તેમના પ્રેમ ઉપર ઈર્ષા આવતી હતી. ને અરુણ કેન્સર નો ભોગ બન્યો. જીવવા માટે ખૂબ મથામણ કરી. મનોમન ભગવાન ને કગળતો. મોત કોઈને પણ ક્યાં ગમે? ને એક દિવસ જલ્પાનો સાથ તેને છોડી દીધો.

આ બનાવ પછી જલ્પા ખૂબ આઘાતમાં પડી ગઈ. ખાસ કોઈની જોડે બોલવું નહિ. એકલતા ના સહારે જીવવું. અરુણના મિત્રો એ નક્કી કરેલું કે ભાભીને ગમે તે કરી આઘાતમાંથી બહાર લાવવા. છેવટે તેના વીમા અને પોલિસી ના પૈસા આવ્યા જેનું શહેરમાં દુકાન અને મકાન લીધું. તેને આ જૂનું ઘરને જલ્પાએ અલવિદા કરી લીધી.

ધીરે ધીરે શહેરમાં પોતે રહેવા લાગી. ટ્યુશન કરવાતી ને દુકાનનું પણ સાંભળતી. આમ તેનું જીવન અરુણની યાદોથી દુર થતું ગયું. હવે પોતાનું મન પૈસા કમાવવામાં જ લાગેલું હતું.

Image Source

સમય જતો હતો. જલ્પાની દુકાનમાં એકાઉન્ટનું કામ કરતો હતો એક યુવાન નયન !!!!
બન્ને રોજ સાંજ પડે ને હિસાબ કરતા. એ સમયે જ્યારે નયન જલ્પા જોડે બેસતો ત્યારે તેની નજર જલ્પાના દેહ ઉપર ચોંટી જતી.

તેના પરસેવાની ગંધથી નયન એટલો ઓતપ્રોત થઈ જતો કે તેના રોમેરોમમાં તળવરાટ વ્યાપી જતો. તો ક્યારેક સાડી પહેરીને જલ્પા આવતી તો તેની નજર તેના બ્લાઉઝ ઉપર ફરવ્યા કરતો. તો ક્યારેક એકબીજાનો સ્પર્શ થતો, ને પોતે મનની ઇચ્છાઓ કાબુ બહાર કરી મુક્તી.

જલ્પાથી આ કઈ છુપાયેલું ન હતું. પરંતુ બન્ને નો સહવાસ જોડે આવી ગયો હતો. તે જાણતી હતી કે આ ભૂલ છે છતાં તે મનને મનાવી શકી ન હતી. આખરે એક દિવસ બન્ને હિસાબ કરતા એકબીજાના અડકીને બેઠા હતા ને રોજ નજદીક આવતા આવતા બન્ને બાજુ એકબીજાનો ડર અને શરમ ન હતી. સીમા બહાર એકપછી એક બન્ને નીકળતા રહ્યા. હવે તો નયન પતિની જેમ રહેવા લાગ્યો. ફરી સુખનો સૂરજ ઉગ્યો.

Image Source

બન્ને જોડે જ મકાનમાં રહેવા લાગ્યા. નયનના સહવાસથી જલ્પા ખીલવા લાગી હતી. મન અને તનની બધી ઇચ્છા ત્યાં પૂર્ણ થતી હતી. એક દિવસ નયન બીમાર પડ્યો ને ડોકટર જોડે ગયો. તેની લેબોરેટરી કરી તો ખબર પડી કે તેને એઇડ્સ છે. તે ઘરે આવ્યો ને જલ્પાને વાત કરી બન્ને બાજુ દુઃખનું મોજું આવી ગયું.

જલ્પાએ તેને હિંમત આપી કે હવે તો આ રોગ ઉપર કાબુ આવી ગયો છે. ચિંતા ના કરો. પણ સમાજનો ડર રોગ કરતા પણ ભયંકર લાગતો હતો,ને એક દીવસ જ્યારે જલ્પા બહાર હતી ત્યારે તે કોઈ અજાણી ઇમારત પરથી આત્મહત્યા કરી નાખે છે.

આખરે જલ્પાને એક સહારો હતો એ પણ તૂટી જાય છે. ને પોતે પણ વેરવિખેર થઈ જાય છે. આજે તેના પતિ અરુણનો સ્વર્ગવાસ થયેલો માટે તેની યાદ આવતો તે પોતાના જુના ઘરે આવી હતી. ઘરમાં જઈને તે ખૂબ રડે છે. પછી એ ઘરને તાળું મારીને ચાલતી થાય છે.

Image Source

એજ વિચારો તેને આવ્યા કરે છે કે હાથની રેખામાં જે નથી હોતું તે કદી નથી રહેતું. પ્રેમ અને આકર્ષણ બન્ને અલગ છે. આખરે દુનિયાને છોડીને જેનો હાથ પકડીને આવી હતી જે ઘરમાં એ ઘર ખાલી પડ્યું.

આજે પણ એક યાદમાં તે જીવન વ્યતીત કરે છે. જ્યારે પણ યાદ આવે કે અહીં આવીને પોતાની કિસ્મત ઉપર રડી લેતી..!!
Author: મયંક પટેલ: વદરાડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.