અજબગજબ જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

આ ધનવાન બિઝનેસમેન ગાયને ખાવામાં આપે છે ફ્રુટ, ઘરમાંથી લઈને કારમાં ફેરવે છે જુઓ તસ્વીરો

આ છે ગાય માતાના સાચા પ્રેમી, લક્ઝુરિયર્સ બંગલોમાં 11 ગાયોને દીકરીની જેમ કરે છે ઉછેર, 10 તસ્વીરો જોઈને સલામ કરશો

આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય બચાવોને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. અને રાજ્ય સરકાર ગૌરક્ષણ માટે ખૂબ જ સક્રિય બન્યા છે અને ગૌહત્યા વિરૂધ્ધ કડક કાયદા ઘડવામાં આવી રહ્યા છે. ઉલ્લેનીય છે કે ગુજરાત સરકારે ગાયની ગેરકાયદેસર હેરાફેરી અને ગૌમાંસ સાથે પકડાયેલા લોકો માટે કાયદા કડક બનાવ્યા છે.

Image Source

આપણે સૌ આપણી આજુબાજુમાં ગૌ પ્રેમીઓ તો જોયા હશે પરંતુ અમદાવાદમાં રહેતા એક કરોડપતિનો ગાયો પ્રત્યેનો પ્રેમ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ ગૌપ્રેમીનું નામ છે વિજય પરસાણા.

Image Source

વિજય પરસાણા તેના ઘરમાં છેલ્લી 3 પેઢીથી 11 ગાયનોની નિભાવી રહ્યા છે. વિજય પરસાણાએ અમદાવાદ નજીકના મણિપુર ગામમાં તેનો બંગલો ગાયો માટે ખાલી કરી દીધો છે. આ બંગલામાં 11 ગાયોને કોઈ તકલીફના પડે તે માટેનું બધી સુવિધા કરવામાં આવી છે.

આ 11 ગાયો પાંચ હજાર વારના પ્લોટમમાં બનેલા બંગલામાં રહે છે. આટલી વિશાળ ફાર્મ હાઉસમાં બનેલા બંગલામાં ગાયો અને વાછરડા આરામથી રહે છે. વિજયભાઈએ ગાયો ડ્રોઈંગ રૂમમાં લપસીના પડે તે માટે ટાઇલ્સ પણ કાઢી નાખી છે. તેના ઉપર મેટ પાથરી દીધી છે.

Image Source

ગાયોનો મચ્છર ના કરડે એ માટે મચ્છરનું મશીન અને રેકેટ રાખવામાં પણ આવ્યું છે. ગાયો અને વાછરડાઓને બેડરૂમ સાથેનો બંગલો મેળવીને વીઆઈપીને ટ્રીટમેન્ટ મેળવે છે.

આ ગાયોની રખેવાળ ખુદ વિજય પરસાણા કરે છે. ગાયોને કોઈ પ્રકારની તકલીફના પડે તે માટે ગાયો માટે ભોજનશાળા, પાણી પીવાનો હવાડો, પંખાની વ્યવસ્થા, બારીઓમાં જીણી ઝાળી કરાવી દીધી છે. આ ઉપરાંત ત્રણ વાર ગાયોને નવડાવે છે.

Image Source

વિજય પરસાણા ગાયોને ફેરવવા માટે કારમાં લઇ જાય છે. આ સાથે જ વાછરડીઓને શણગાર માટે કબાટ પણ રાખવામાં આવે છે.આ કબાટમાં વાછરડીઓના કપડા, બુટ્ટી,દોરો,ઝાંઝર, દુપટ્ટા સહિતની વસ્તુઓ છે.

Image Source

વર્ષ 2016માં અગ્રણી ફિટનેસ ચેઈનના માલિક વિજય પરસાણા તેમની ગીર ગાય પૂનમાં ધામધૂમથી લગ્ન કરાવવા બદલ સમાચારમાં ચમક્યા હતા. તેમણે પૂનમના લગ્ન ભાવનગરના કોટિયા ગામના બળદ અર્જુન સાથે કરાવ્યા હતા. આ ગાયના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો થયો હતો અને તેમાં ગાયને સાડી અને ગોલ્ડ જ્વેલરી પણ પહેરાવવામાં આવી હતી.

Image Source

આ ગાયે પહેલા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું છે. આ ફંક્શનમાં ગાયના ‘સાસરિયા’ મીઠાઈ લઈને નવા બાળકને વધાવવા આવશે. આ સાથે જ પૂનમ અને સરસ્વતીની પૂજા કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.