એવું ઘણીવાર બને છે કે તમે આખો દિવસ કેટલું પણ કામ કરો પણ લક્ષ્મીજી પ્રસન્ન થવાનું નામ જ નથી લેતી. ત્યારે આપણામાંના કેટલાક એવા પણ છે, જેઓ જીવનભર મહેનત કર્યા પછી પણ માત્ર ગુજરાન ચલાવી શકાય એનાથી વધુ કમાઈ શકતા નથી. આપણા જીવનમાં કેટલી હકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ પડે છે, જેના કારણે આવું બધું થાય છે. ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલી બાબતોને વાસ્તુશાસ્ત્રના નામથી ઓળખવામાં આવે છે.

જો તમે ધન સંબંધિત સમસ્યાઓથી ચિંતિત છો, તો તેનું કારણ તમારા ઘરમાં હાજર વાસ્તુ દોષ હોઈ શકે છે. જે ઘરમાં આ દોષ હોય છે એ ઘરના સભ્યો ધન-સુખ અને પારિવારિક પ્રેમથી હંમેશા વંચિત રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ જણાવવામાં આવી છે કે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, સંપત્તિ વધે છે અને સુખ આવે છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ –
1. ઘરમાં રાખો વાંસળી –

વાંસળીને વાસ્તુ દોષ દૂર કરવામાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જે ઘરમાં વાંસળી રાખવામાં આવે છે ત્યાં પ્રેમ અને પૈસાની કમી નથી થતી. આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ઘરમાં ચાંદીની વાંસળી રાખવી જોઈએ. તમે ઇચ્છો તો સોનાની વાંસળી પણ રાખી શકો છો. વાસ્તુ મુજબ આ વાંસળી ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા લાવે છે. જો સોના અથવા ચાંદીની વાંસળી રાખવી શક્ય ન હોય તો વાંસની બનેલી વાંસળી ઘરમાં રાખી શકાય છે. આનાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને ધન પ્રાપ્ત થવાના યોગ બનવા લાગે છે.
2. ભગવાન ગણેશની નૃત્ય કરતી પ્રતિમા –

એમ તો ભગવાન ગણેશ દરેક સ્વરૂપે મંગલકારી હોય છે, પરંતુ ધન-લક્ષ્મીની પરેશાનીઓ દૂર કરવા માટે ઘરમાં નૃત્ય કરતી ગણેશ મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની આવી મૂર્તિ એવી રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની દ્રષ્ટિ રહે. ગણેશજીની મૂર્તિ ન હોય તો તેમની તસ્વીર પણ લગાવી શકાય છે.
3. ઘરના મંદિરમાં રાખો લક્ષ્મી અને કુબેર –

લગભગ દરેકના ઘરે દેવી લક્ષ્મીની તસ્વીર અથવા મૂર્તિ હોય જ છે, પરંતુ ધન મેળવવા માટે, લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની મૂર્તિ અથવા તસ્વીર પણ ઘરમાં રાખવી જરૂરી છે. મહાલક્ષ્મીની સાથે ધનના દેવ કુબેર દેવની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. કોઈ પણ દેવતાની પૂજા સાથે, તેમની પૂજા કરવી ખૂબ જ લાભદાયક હોય છે. જો પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની સાથે કુબેરની પૂજા કરવામાં આવે તો વેપાર વૃદ્ધિ, ધન વૃદ્ધિ, ઐશ્વર્ય, લક્ષ્મી કૃપા બધું જ મળે છે અને સૌભાગ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
4. ઘરના મંદિરમાં શંખ રાખવો હોય છે શુભ –

જેના ઘરમાં શંખ રહે છે, ત્યાં બધું મંગળ જ મંગળ થાય છે. લક્ષ્મી પોતે સ્થાયી થઈને રહે છે. જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવામાં થાય છે તે કૃષ્ણ સમાન ભાગ્યશાળી અને શ્રીમંત બને છે. વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુ દોષને દૂર કરવાની અદભૂત શક્તિ છે. જે ઘરમાં શંખ રાખવામાં આવે છે, ત્યાં બધે હકારાત્મકતા આવે છે. શાસ્ત્રો મુજબ જે ઘરમાં શંખની સ્થાપના દેવી લક્ષ્મીની સાથે થાય છે અને નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી જાતે જ નિવાસ કરે છે. આવા ઘરમાં પૈસાની સમસ્યા કદી આવતી નથી.
5. એકાક્ષી નાળિયેર –

નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે અને તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીફળમાં એકાક્ષી નાળિયેર ખૂબ જ શુભ હોય છે. જે ઘરમાં એકાક્ષી નાળિયેર રાખવામાં આવે છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં કોઈ નકારાત્મકતા નથી આવતી, અને ક્યારેય પૈસાની કમી નથી થતી.