ખબર

KBCને મળી બીજી કરોડપતિ : સ્કુલમાં ખીચડી બનાવીને ૧૫૦૦ રૂપિયાનો પગાર મેળવતી બબિતા

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ’ શોની ૧૧મી સિઝન ચાલુ છે અને હમણાં જ આ સિઝનના પ્રથમ કરોડપતિ તરીકે બિહાર સનોજ રાજનું નામ પૂરાં ભારતમાં ચમક્યું છે. બિહારના એક ખેડૂતનો પુત્ર બી.ટેક કરીને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી એક કરોડ રૂપિયાની ધનરાશિ લઈ જાય છે તે તો સૌએ જાણ્યું.

હવે બ્રેકિંગ કહી શકાય એવા ન્યુઝ એ આવ્યા છે કે, સિઝન-૧૧માં બીજી પણ એક વ્યક્તિ એક કરોડની ધનરાશિ મેળવીને પોતાનું નામ ‘કરોડપતિ’ઓના લિસ્ટમાં સામેલ કરી ગઈ છે!

કોણ છે બબિતા તાડે? —

સોની ટીવી પર આવતા અઠવાડિયાના એપિસોડનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સામે બેઠેલી મહિલાને ૧૫મો સવાલ પૂછ્યા બાદ અમિતાભ બચ્ચન ‘એક કરોડ!’નો હર્ષોદ્ગાર કાઢે છે. આવતા અઠવાડિયે આ પૂરો એપિસોડ પ્રસારિત થશે.

કેબીસીની ૧૧મી સિઝનને તેની બીજી કરોડપતિ વ્યક્તિ પ્રાપ્ત થઈ છે અને તે એક મહિલા છે. મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાની રહેવાસી બબિતા તાડે આ બહુમાન-ધનરાશિ પ્રાપ્ત કરે છે. અગાઉના કરોડપતિ સનોજ રાજની જેમ બબિતા તાડે પણ એક આર્થિક તંગી ભોગવતા કુટુંબમાંથી આવે છે.

સ્કુલમાં બનાવે છે મધ્યાહ્ન ભોજન —

અમરાવતીની રહેવાસી બબિતા તાડેને પૂછવામાં આવ્યું કે, હાલ તેને માસિક કેટલો પગાર આપવામાં આવે છે? ત્યારે બબિતાનો જવાબ સૌને આશ્વર્યચકિત કરનારો હતો : ૧૫૦૦ રૂપિયા! બબિતા સ્કુલમાં બાળકો માટે મધ્યાહ્ન ભોજન બનાવે છે.

બબિતા કહે છે, કે તેમની ખીચડી બાળકોમાં ખાસ્સી પ્રિય છે. બાળકો તેને આનંદથી આરોગે છે. પોતાને મળતી સીમિત રોજગારીનું બબિતાને કોઈ દુ:ખ નથી. બાળકો તેનું ભોજન હોંશેહોંશે આરોગે છે તે જ તેમના માટે સૌથી મોટું સુખ છે.

હવે જોવાનું એ રહે છે, કે શું બબિતા તાડે ૧ કરોડ પછીની પોતાની સફર આગળ વધારી શકશે કે નહી? અગાઉ બિહારના સનોજ રાજે તો એક કરોડ પછી પોતાની ગેમ છોડી દીધી હતી. હવે બબિતા તાડેની બાબતમાં શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks