KBC 11: ઐશ્વર્યા રાયને લઈને કન્ટેસ્ટન્ટે કહી એક વાત, નારાજ અમિતાભે કહ્યું- ‘ઘરે જઈને જરૂર કહીશ’

0

અમિતાભ બચ્ચનનો જાણીતો શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન ચાલી રહી છે. બુધવારે 11મી સિઝનનો 48મોં એપિસોડ પ્રસારિત થયો હતો. અમિતાભ બચ્ચનના આ શોએ છેલ્લા 19 વર્ષથી દર્શકોને જાળવી રાખ્યા છે. ત્યારે બુધવારે એક યુવતીએ માત્ર 2 સેકન્ડમાં જ ફાસ્ટેસ્ટ ફિંગર્સમાં જવાબ આપીને હોટસીટ પર પહોંચી ગઈ હતી.

Image Source

કૌન બનેગા કરોડપતિ-11માં બુધવારે દિલ્લીની એક વિધાર્થી પૂજા ઝા માત્ર 2 જ સેકન્ડમાં ફાસ્ટેસ્ટ ફિંગરમાં જવાબ આપીને અમિતાભ બચ્ચનની સામે ગોઠવાઈ ગઈ હતી. આ શોમાં પૂજાએ અમિતાભની પુત્રવધુ ઐશ્વર્યા રાય માટે એક ખાસ સંદેશો આપ્યો હતો.
પૂજા ઝાએ કૌન બનેગા કરોડપતિ-11માં 6.40 લાખ જીત્યા હતા. પૂજાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તે શાહરુખ ખાન અને ઐશ્વર્યાની મોટી ફેન છે.

વધુમાં પૂજાએ જણાવ્યું હતું કે,તે ઐશ્વર્યાની બહુજ મોટી ફેન છે. આ વાત પર અમિતાભે કહ્યું હતું કે,તે ઘરે જઈને ઐશ્વર્યાને આ વાત કરશે. પરંતુ ત્યારે જ પૂજાએ ફરી કહ્યું હતું કે,ઐશ્વર્યા રાયની આંખ બહુજ ખુબસુરત છે. આ પર અમિતાભે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, તેની આંખ કે મારી? જયારે આ ના જવાબમ પૂજાએ કહ્યું કે ઐશ્વર્યાની તો અમિતાભ કહ્યું કે, આ સાંભળીને મને બહુજ આઘાત લાગ્યો છતાં પણ હું ઘરે જઈને આ વાત જરૂર કરીશ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here