મનોરંજન

શું ગર્ભવતી કરીના કપૂરને નથી આ વાતની બીક, બેખૌફ થઈને વધેલા પેટની સાથે ફરતી બેબોનો જોવા મળ્યો આ અંદાજ

ઢીલા ઢીલા ટીશર્ટમાં જોવા મળી સેફની બેગમ કરીના, 7 તસવીરોમાં દેખાયું વધેલું વજન…

જ્યા એક તરફ કરીના કપૂર પોતાની ગર્ભાવસ્થાને એન્જોય કરી રહી છે જ્યારે બીજી તરફ સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ રિલીઝ થઇ છે. તાંડવને લીધે ખુબ વિવાદ સર્જાયો છે, અને તેનો ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Image Source

સોશિયલ મીડિયા પર સામાન્ય જનતાની સાથે સાથે નેતાઓ પણ વિરોધમાં સામે આવી રહ્યા છે. જેને જોતા સુરક્ષા માટે રવિવારે સૈફનાં બાંદ્રા સ્થિત ઘરની બહાર પોલીસની પહેરેદારી કરવામાં આવી હતી.

Image Source

માનવામાં આવી રહ્યું છે હાલ સૈફ અલી ખાન અન્ય ફિલ્મની શુંટીંગને લીધે શહેરની બહાર છે, જ્યારે કરીના દીકરા તૈમુર સાથે ઘરે જ છે. એવામાં આવા માહોલમાં પણ કરીના બેખૌફ થઈને સોમવારે બાંદ્રામાં ફરતી જોવા મળી હતી. તેની તસ્વીરો પણ સામે આવી હતી અને તેના ચેહરા પર જરા પણ ડર કે ઘભરાટ દેખાઈ રહ્યો ન હતો.

Image Source

આ સમયે કરીનાએ ટેન્ક સ્લીવલેસ ટોપ અને લુઝ પેન્ટ પહેરી રાખ્યું હતું. કરીનાએ બ્લેક સન ગ્લાસ પહેર્યા હતા અને પર્સ પણ કેરી કર્યું હતું. વધેલા પેટ અને તાંડવના માહોલ વચ્ચે કરીના બેખૌફ થઈને ફરી રહી હતી.

Image Source

કરીના મોટાભાગે કફ્તાન કે ઢીલા ડ્રેસમાં જ જોવા મળતી હતી પણ આ વખતે તે એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી હતી. કરીના અમુક જ દિવસોમાં બીજા બાળકને જન્મ આપશે.

Image Source

ગર્ભાવસ્થાની સાથે સાથે કરીના ફિલ્મ કે એડને લગતા પોતાના કામ પણ કરી રહી છે અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખી રહી છે,અને અવાર નવાર તે સૈફ સાથે વોક પર પણ જતી જોવા મળે છે.