મનોરંજન

અબજોપતિ પતિ સૈફની તારીફ કરતા બોલી કરીના, સેંકડો સુપરસ્ટાર આવશે, પરંતુ તેની જેવા નહીં હોય

અબજોપતિ સૈફના વખાણ કરતા થાકતી નથી કરીના કપૂર, જુઓ આ શું કહી બેઠી

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર હાલ તો તેની બીજી પ્રેગ્નનેન્સીને લઈને ચર્ચામાં છે. કરીના કપૂર નવા વર્ષની શરૂઆતમાં બીજા બાળકને જન્મ આપશે. કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાનથી બહુ જ નજીક છે. કરીના તેની અને સૈફ અલી ખાનની તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપુર તેના પતિ અને એક્ટર સૈફ અલી ખાન પર બહુ જ ગર્વ અનુભવે છે. એક્ટ્રેસ કરીના માને છે કે, સૈફ અલી ખાન જેવું બીજું કોઈ નથી. 25 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીઝમાં રહ્યા બાદ સૈફ અલી ખાને તેની કરિયરને જે રીતે વળાંક આપ્યો તેને લઈને બધા જ લોકો તેની તારીફ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂર સૈફ અલી ખાનની તારીફ કરતા કહે છે કે, સૈફ અલી ખાન એક બહાદુર એક્ટર છે. ભવિષ્યમાં સેંકડો સુપરસ્ટાર થશે પરંતુ તેના જેવો બીજો નહીં થાય. સૈફ અલી ખાન બહુ જ અલગ રીતે વિચારે છે. તેની પસંદ પણ અલગ છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

એક્ટ્રેસ કરીના કપૂરે ડેક્કન ક્રોનિકલ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોમર્શિયલ ફિલ્મમાં 25 વર્ષ સુધી કામ કર્યા બાદ સૈફ અલી ખાને તેને સેક્રેડ ગેમ્સમાં બદલી દીધો હતો. આ બાદ ભારતમાં ગ્લોબલ પ્લેટફોર્મનો એક ટ્રેન્ડ શરૂ થઇ ગયો હતો. તો કરીનાએ ઓટિટિ પ્લેટફોર્મમાં એન્ટ્રી લીધા બાદ કહ્યું હતું કે, મને હજુ સુધી આ પ્રકારનું કંઈ જ મળ્યું નથી. અને આ વિષે હું રસ પણ નહીં લઉં.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સૈફ અલી ખાન અને કરીના કપૂરે હાલમાં જ બીજા બાળકનું પ્લાનિંગ કર્યું છે. બંનેને 3 વર્ષનો દીકરો તૈમુર છે. તો કરીનાને પૂછવામાં આવ્યું હતું કે, સૈફની પ્રોડક્શનમાં કોઈ યોજના છે. ત્યારે કરીનાએ બેહદ શાનદાર રીતે જવાબ આપ્યો હતો. બેબોએ કહ્યું હતું કે, તેને ખુદનો એક તૈમુર છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને 8 વર્ષ પુરા થઇ ગયા છે. બંનેના લગ્ન 16 ઓક્ટોબર 2012માં થયા હતા. 2016માં તૈમુરનો જન્મ થયો હતો.