ખબર મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પહેલીવાર બોલી પ્રેગ્નેન્ટ બેગમ, કહ્યું: “અમે મનોરંજન કરવા બોલીવુડમાં…..” જુઓ વીડિયો

સુશાંત નિધન બાદ પહેલીવાર બોલી બેગમ કરીના ખાન, લોકોનો મગજ ફાટ્યો- જાણો વિગત

અભિનેત્રી કરીના કપૂર ખાન આજકાલ તેની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. તે ઘણી જગ્યાએ સ્પોટ પણ થતી જોવા મળે છે, પરંતુ આ વખતે તે પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં છવાયેલી છે. કરીનાએ સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ પહેલીવાર તે મુદ્દાને લઈને વાત કરી છે.

કરીનાનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ જે પ્રકારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરવામાં આવી છે તે ખુબ જ દુઃખદ છે. પત્રકાર બરખા દત્ત દ્વારા ઓનલાઇન યોજાયેલા એક કાર્યક્રમમાં કરીનાએ આગળ એમ પણ જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે જે પ્રકારની સંવેદના બતાવવામાં આવી રહી છે તે ખુબ જ પરેશાન કરનારી છે.

પત્રકાર બરખા દત્ત દ્વારા કરીનાને સવાલ કરવામાં આવ્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર આંગળી ઉઠાવવામાં આવી ત્યારે શું તે માનતી હતી કે બોલીવુડને તેની મોટી કિંમત ચુકાવવી પડશે. આ સવાલના જવાબમાં કરીનાએ જણાવ્યું હતું કે, “તમે એ માનો કે ના માનો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તમે કઈ કહેશો અને તમારી આલોચના થશે, નહિ કહો તે છતાં પણ તમે નિશાન ઉપર રહેશો.”

કલાકારોને કઈ પણ બોલવા ઉપર ટ્રોલ કરવા હવે સામાન્ય બાબત થઇ ગઈ છે જેના કારણે ઘણીવાર ચૂપ રહેવું જ યોગ્ય છે, કરીનાએ જણાવ્યું કે “જો કલાકાર કોઈના વિશે પ્રતિક્રિયા નથી આપવા માંગતા તો તેમને વગર કારણે ટ્રોલ કરવામાં આવે છે, જેનાથી પરેશાની થાય છે. લોકો એ વાત ભૂલી જાય છે કે અમે અહીંયા ચાહકોનું મનોરંજન કરવા માટે છીએ. અમે અહીંયા નફરત અને નેગેટિવિટી ફેલાવવા માટે નથી.”