કોમેડિયન-એક્ટર કપિલ શર્મા જલ્દી જ પિતા બનશે. હાલ તો કપિલ શર્મા પત્ની સાથે વેકેશન માણી રહ્યો છે. કપિલે તેના કામમાંથી બ્રેક લઇ પત્ની ગિન્ની સાથે કેનેડામાં બેબી મુન માટે ગયો છે.
કપિલની પતન ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે. કપિલ કેનેડાથી બેબીમુનના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. હાલમાં જ કપિલે એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટોમાં કપિલ અને તેની પત્ની હાથ પકડીને રસ્તા પર ચાલતા નજરે ચડે છે.
View this post on Instagram
❤️ you n I in this beautiful #world 😍#love #whistler #beautifulbritishcolumbia 😊 @ginnichatrath
કપિલે ફોટો શેર કરતાં કેપશનમાં લખ્યું હતું કે, ‘આ ખુબસુરત દુનિયામાં હું અને તું.’
છેલ્લા ઘણા દિવસથી કપિલ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. એક શેર કરવામાં આવેલા વીડિયોમાં કપિલ ગિટાર વગાડતો નજરે ચડે છે.
View this post on Instagram
Wish u all a very HAPPY NEW YEAR from me n Kapil💃🎉🎊💕 #2019 #newyear #newlife @kapilsharma
આ કપલ જુલાઈમાં કેનેડા ગયું હતું. ગિન્ની ડિસેમ્બરમાં તેના બાળકને જન્મ આપશે. કપિલ અને ગિન્નીએ ગત ડિસેમ્બરમાં જ લગ્ન કરતા હતા. લગ્ન બાદ દિલ્લી અને મુંબઈમાં રીશેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કપિલે હાલમાં જ ‘એંગ્રી બર્ડ-2’ ફિલ્મમાં રેડના રોલ માટે હિન્દી ડબિંગ કર્યું હતું. ફિલ્મમાં અવાજને લઈને કપિલ બહુજ ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો ધ કપિલ શર્મા શોમાં કપિલની કો-સ્ટાર પણ માતા બનવાની તૈયારી કરી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks